Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મોત પહેલા જિંદગીની છેલ્લી રીલ ઉતારી; મહિસાગરના હીરાપુર પાસે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    8 hours ago

    મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી બસ સાથે બાઈક અથડાતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હીરાપુર નજીક સર્જાયો ભયાનક અકસ્માત પ્રાથમિક વિગતો અનુસાર દાહોદ ડેપોની પીટોલથી પાટણ રૂટની ST બસ હીરાપુર નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે પૂરઝડપે આવતી બાઈક અને ST બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કૂચો નીકળી ગયો હતો. સારવાર દરમિયાન બીજા યુવકનું મોત અકસ્માતમાં બાઈક પર સવાર 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    GTUમાં નવા કાયમી કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવાઈ:એક ચેરમેન અને ચાર મેમ્બરની નિમણૂંક, રાજુલ ગજ્જરનો 3 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થતા વૈભવ ભટ્ટને ઇન્ચાર્જ બનાવાયા હતા
    Next Article
    India’s ethanol push making food costlier?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment