Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા:રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર

    6 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી ગામે કંપનીના ગોડાઉનમાંથી પવનચક્કીના કોપર કેબલ ચોરાયા હતા. આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ.4.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી ફરાર છે. અમરેલી LCBના PI સી.પી. વાઘેલાની ટીમે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે શંકાસ્પદ લોકોને કોપર કેબલના ટુકડા અને વાહનો સાથે પકડ્યા હતા. પૂછપરછમાં તેમણે કડીયાળી ગામે પવનચક્કી માટે રાખેલા કેબલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ સાથે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો વણઉકેલાયેલો ચોરીનો ગુનો ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીઓનાં નામ ચમનભાઈ જેન્તીભાઈ ભીલ (25), રહે. ડોળીયા (ડુંઘેરી), તાલુકો મહુવા, હાલ રહે. લોઠપુર, તાલુકો જાફરાબાદ; ભરતભાઈ નાનભાઈ ભીલ (24), રહે. ડોળીયા (ડુંઘેરી), તાલુકો મહુવા; અને મેહુલભાઈ અરજણભાઈ બારૈયા (26), રહે. લોઠપુર, તાલુકો જાફરાબાદ છે. ફરાર આરોપીઓમાં જગદીશભાઈ આતુભાઈ ધાપા, મનીષભાઈ શીયાળ અને બળવંતભાઈ ધાપા, ત્રણેય રહે. પટવા, તાલુકો રાજુલા; તેમજ અરબાજ ફિરોજભાઈ મધાઈ, રહે. નાના જાદરા, તાલુકો મહુવાનો સમાવેશ થાય છે. પોલીસે રૂ.20,000 રોકડ, રૂ.1.50 લાખની કિંમતના 150 કિલો કોપર વાયર અને રૂ.1,000નું વાયર કાપવાનું કટર કબજે કર્યું છે. આ ઉપરાંત રૂ.30,000ની કિંમતના ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, રૂ.50,000ની હોન્ડા શાઇન મોટરસાઇકલ અને રૂ.1.50 લાખની મારુતિ સુઝુકી ઇકો કાર પણ કબજે કરી છે. આમ, કુલ રૂ.4,01,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્રણ વખત ચોરીને આપ્યો અંજામ પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી આશરે ત્રણ મહિના, એક મહિના અને 13 દિવસ પહેલાં કડીયાળી ગામે દર્શન હોટલ સામેના ખેતર પાસે પવનચક્કીનો સામાન રાખવામાં આવેલી જગ્યામાંથી રાત્રિના સમયે કોપર કેબલની ચોરી કરી હતી. ચોરી કરેલા કેબલનો જથ્થો અરબાજ ફિરોજભાઈ મધાઈને આપ્યો હોવાની પણ વિગતો પૂછપરછમાં સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આલ્ફા દેવરાજ રિન્યુએબલ એનર્જી કંપનીએ દર્શન હોટલ સામે આવેલી સોર્સી પ્રા.લિ.ની જમીન ભાડે રાખી હતી. તારની ફેન્સિંગ કરેલી આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ પવનચક્કીનો સામાન રાખવા માટે ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. આ જગ્યામાંથી ફોર્થ પાર્ટનર કંપનીનો 334 મીટર કોપર વાયર, જેની કિંમત રૂ.16,39,940 હતી, તેની ચોરી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી વિયેતનામની નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ:ફૂ ક્વોક માટે 2 ડિસેમ્બરથી સીધી ફ્લાઇટ મળશે, અઠવાડિયામાં પાંચ દિવસ ઉડાન
    Next Article
    ધરમપુર અને કપરાડામાં સ્વચ્છતા અભિયાન યોજાયાં:જનજાતીય ગૌરવ સપ્તાહમાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રમદાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment