Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુર અને કપરાડામાં સ્વચ્છતા અભિયાન યોજાયાં:જનજાતીય ગૌરવ સપ્તાહમાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રમદાન કરાયું

    6 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સ્વચ્છતા અભિયાન યોજાયાં હતાં. બંને તાલુકાઓમાં બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આસુરા ખાતે ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં શ્રમદાન કરાયું ધરમપુર તાલુકાના આસુરા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અરવિંદ પટેલ સહિત ઉપસ્થિત આગેવાનોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ ધારાસભ્ય, આગેવાનો, નગરજનો અને મહિલા કાર્યકરોએ સર્કલ તથા આસપાસના રસ્તાઓની સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. નાનાપોંઢા સર્કલ ખાતે પ્રતિમાની સફાઈ કરી વંદન કરાયું કપરાડા તાલુકાના નાનાપોંઢા સર્કલ ખાતે પણ બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય જીતુ ચૌધરીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બિરસા મુંડાની પ્રતિમાને વંદન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો પણ જોડાયા હતા. જીતુ ચૌધરીએ સંગઠિત સમાજના નિર્માણનો સંકલ્પ લેવડાવ્યો આ પ્રસંગે જીતુ ચૌધરીએ બિરસા મુંડાના જીવનમૂલ્યો, વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. તેમણે સ્વચ્છ, જાગૃત અને સંગઠિત સમાજના નિર્માણમાં સૌને જોડાવાનો સંકલ્પ લેવડાવ્યો હતો, તેમજ જાહેર સ્થળોની સફાઈ અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. પંચાયતના સભ્યો, અધિકારીઓ અને ગ્રામજનો અભિયાનમાં જોડાયા ધરમપુર અને કપરાડા ખાતે યોજાયેલા આ બંને સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સૌએ સાથે મળીને શ્રમદાન દ્વારા સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા:રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
    Next Article
    રેડક્રોસ ગીર સોમનાથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણનું આયોજન:ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા દર શનિવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment