Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો. મીડિયાના માધ્યમથી નકલી નોટના કાળા કારોબારનો પર્દાફાશ:દેવધગામ ચાર રસ્તા પાસેથી 500ના દરની 165 નકલી નોટ સાથે યુવકની ધરપકડ, આસામ સુધી લંબાયા તાર

    9 hours ago

    દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતો નકલી નોટોનો કારોબાર હવે સોશિયલ મીડિયા પર બિનધાસ્ત ચાલી રહ્યો છે. ગોડાદરા પોલીસે સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના કુંભલગઢ જિલ્લો રાજસમંદના વતની એવા 25 વર્ષીય રમેશ ઉર્ફે જીગા જસરાજજી (જાલમ) લોહાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ આરોપી સુરતના પુણાગામની સીતારામ સોસાયટીમાં રહી સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. મજૂરીકામની આડમાં રાતોરાત અમીર બનવાની ગુનાહિત માનસિકતા સાથે તે નકલી નોટોના ગેરકાયદેસર કારોબારમાં જોડાયો હતો. દેવધગામ ચાર રસ્તા પાસેથી 165 નકલી નોટો સાથે ધરપકડ ગોડાદરા પોલીસને મળેલી બાતમીના આધારે ગતરાત્રે 11 વાગ્યે દેવધગામ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આરોપી રમેશની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની બેગમાંથી 500ના દરની 165 નંગ નકલી નોટો મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આ તમામ નોટો સામાન્ય કલર ઝેરોક્ષ મશીનથી બનાવવામાં આવી હતી અને તેમાં વપરાયેલો કાગળ અત્યંત હલકી ગુણવત્તાનો હતો. આરોપી આસપાસના બજારોમાં ભીડનો લાભ લઈ આ નોટો ફરતી કરવાની ફિરાકમાં હતો. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ 30 હજારમાં ખરીદી 1 લાખની નકલી નોટો આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ગુનેગારો હવે ખુલ્લેઆમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. રમેશે ઇન્સ્ટાગ્રામ પર 'નકલી નોટ માટે સંપર્ક કરો' તેવી એક જાહેરાત જોઈ હતી. તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા તેને 1 અસલી નોટ સામે 3 નકલી નોટ આપવાની ઓફર આપવામાં આવી હતી. આ લાલચમાં ફસાઈને તે ગત 17 ઓગસ્ટે પોતાના પિતરાઈ ભાઈ મુકેશ ભગવતીલાલ લોહાર અને મિત્ર તુલસીરામ સાથે આસામના ગૌહાટી પહોંચ્યો હતો. ત્યાં તેઓએ 30,000 રૂપિયા રોકડા ચૂકવીને 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો મેળવી હતી. સુરતમાં નોટો વટાવવાનો પ્રયાસ ગૌહાટીથી નકલી નોટો લઈને રમેશ તેના સંબંધીના ત્યાં ખાતામાં કામ કરવાના બહાને સુરત આવ્યો હતો. તે રોજીંદા વ્યવહારોમાં આ નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ એવું રટણ પણ કર્યું હતું કે કેટલીક નોટો વરસાદમાં ભીની થઈ જતાં તેણે ફેંકી દીધી હતી. જોકે, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફેક કરન્સીનો ગુનો દાખલ કરી આસામ જઈને નોટો લાવનાર મુખ્ય આરોપી મુકેશ ભગવતીલાલ લોહારની પણ અટકાયત કરી છે. પીએસઆઇ જે.એસ. રામાનંદી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અને પોલીસની એક ટીમ આસામ રવાના કરવામાં આવી છે. “હ્યુમન ઇન્ટેલિજન્સથી મોટી સફળતા મળી” આ સમગ્ર કૌભાંડ અંગે વિગતો આપતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી. ગોહિલ અને તેમના સ્ટાફને હ્યુમન ઇન્ટેલિજન્સથી સચોટ બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનનો રમેશ નામનો યુવક નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આરોપીએ સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ કોન્ટેક્ટ કર્યો હતો અને આસામથી 30 હજાર રૂપિયા આપી 1 લાખની નકલી નોટો લાવ્યો હતો. અમે કુલ 82 હજાર રૂપિયાની નકલી નોટો કબજે કરી છે અને તેણે કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે સંપર્ક કર્યો હતો તે દિશામાં અમારી ટીમ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભિલોડા APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો જીત્યા:ખેડૂત હિત રક્ષક પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા, સહકારી ક્ષેત્રે ભાજપ મજબૂત બન્યું
    Next Article
    GTUમાં નવા કાયમી કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવાઈ:એક ચેરમેન અને ચાર મેમ્બરની નિમણૂંક, રાજુલ ગજ્જરનો 3 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થતા વૈભવ ભટ્ટને ઇન્ચાર્જ બનાવાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment