Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલોડા APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો જીત્યા:ખેડૂત હિત રક્ષક પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા, સહકારી ક્ષેત્રે ભાજપ મજબૂત બન્યું

    10 hours ago

    ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલનો વિજય થયો. પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા બનતા સહકારી ક્ષેત્રે ભાજપની તાકાત મજબૂત બની. આ વિજય બદલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા સંગઠન મંત્રી પી.સી. બરંડા, પૂર્વ સંગઠન પ્રમુખ રણવીરસિંહ ડાભી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, ફળ અને શાકભાજી સહકારી સંઘના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિત આગેવાનોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. વિજયી ઉમેદવારોમાં દિલીપભાઈ કલજીભાઈ કટારા, મયંકકુમાર મનુભાઈ ચૌધરી, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, દિનેશભાઈ રગાભાઈ પગી, કોદરભાઈ રેવાભાઈ પટેલ, ગીરીશભાઈ હરીભાઈ પટેલ, જેશીંગભાઈ રામાભાઈ પટેલ, ભીખાભાઈ કોહ્યાભાઈ પટેલ, મહેશભાઈ શામળભાઈ પટેલ અને હિતેન્દ્રસિંહ નરપતસિંહ સિસોદીયા વિજેતા બન્યા. સહકાર વિભાગમાં રાજેન્દ્રસિંહ ભાટી અને ઇન્દ્રજીતસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાયા. વેપારી વિભાગમાં અશોકભાઈ પટેલ, જયેશ પાટીદાર, રામકુમાર શાહ અને રજાકભાઈ મન્સુરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છતા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક:પાલિકાએ દોઢ મહિનામાં 1.12 કરોડના દંડની ઐતિહાસિક વસૂલાત કરી, 121 એકમો સીલ
    Next Article
    સો. મીડિયાના માધ્યમથી નકલી નોટના કાળા કારોબારનો પર્દાફાશ:દેવધગામ ચાર રસ્તા પાસેથી 500ના દરની 165 નકલી નોટ સાથે યુવકની ધરપકડ, આસામ સુધી લંબાયા તાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment