Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ નશાકારક ચોકલેટ વેચનારને ઝડપ્યો:લાલપુરના મેઘાણામાંથી ₹4,240નો મુદ્દામાલ જપ્ત, બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો

    20 hours ago

    જામનગર SOG (Special Operations Group) એ "No Drugs In Jamnagar" અભિયાન હેઠળ લાલપુર તાલુકાના મેઘાણા ગામ નજીકથી નશાકારક ચોકલેટનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી હજારોની સંખ્યામાં નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. SOG સ્ટાફ દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગુનેગારો નશા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે, જેમાં નશાકારક ચોકલેટ જેવી વસ્તુઓનું વેચાણ પણ સામેલ છે. SOGના ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, પીપળી ગામથી કઈ-8 તરફ જતા રોડ પર આવેલી 'રાજ બિહારી હોટલ'માં પિન્ટુકુમાર શિવકુમાર શાહ નામનો શખ્સ નશાકારક ચોકલેટોનું ગુપ્ત રીતે વેચાણ કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 'આયુર્વેદિક ઔષધિ'ના નામે વેચાતી અલગ-અલગ ફ્લેવરની હજારો નશાકારક ચોકલેટો મળી આવી હતી. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 4,240 નંગ નશાકારક ચોકલેટો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2,400 નંગ "તરંગ મદન મોદક વટી, આયુર્વેદિક ઔષધિ" નામની ચોકલેટ (કિંમત રૂ. 2,400) અને 1,850 નંગ "સેવન મીનાર વટી, આયુર્વેદિક ઔષધિ" નામની ચોકલેટ (કિંમત રૂ. 1,840) નો સમાવેશ થાય છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 4,240 આંકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'પહેલા પૂરતું વળતર આપો, પછી જ કામ શરૂ કરવા દેવાશે':મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલનને ઈસુદાન ગઢવીએ સમર્થન આપ્યું, હેમંત ખવા જોડાયા
    Next Article
    ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને ઉમરગામમાં નવું સ્ટોપેજ મળ્યું:લોકસભા દંડક ધવલ પટેલે કહ્યું- દાયકાઓ જૂની માંગણી હતી જે આજે પૂરી થઈ, સુરત-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનનું 13મું સ્ટોપેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment