Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો:મોડાસાની શ્રી વા.હી. ગાંધી બહેરા-મૂંગા શાળામાં પ્રવેશોત્સવ

    2 दिन पहले

    મોડાસા ખાતે શ્રી વા.હી. ગાંધી બહેરા-મૂંગા શાળા અને લાયન્સ ITI દ્વારા દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક વર્ષ 2026નો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે 13 દિવ્યાંગ બાળકોને શાળામાં નવો પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ડૉ. ટી.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા માટે જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કે.બી. વાણીયા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશભાઈ કલાસ્વા, શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી જગદીશભાઈ ગાંધી અને મોડાસા નગરપાલિકાના મેયર જયશ્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા નાગરિક બેંકના ચેરમેન કિરીટભાઈ વિ. શાહ, મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપભાઈ શેઠ, રાકેશભાઈ સી. મહેતા, પદ્મિનીબેન રાજુભાઈ શાહ, ગોપાલ સ્નેક્સ પ્રા.લિ. રહિયોલના મુકેશભાઈ પટેલ, ગુજરાત સમાચારના જિલ્લા બ્યુરો ચીફ રાકેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ ભાવસાર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મોડાસા નાગરિક સહકારી બેંક દ્વારા દિવ્યાંગ બાળકોને ચોપડા અર્પણ કરવામાં આવ્યા હતા. પદ્મિનીબેન રાજુભાઈ શાહ દ્વારા સંસ્થાની બે દિવ્યાંગ દીકરીઓને પ્રથમ સત્ર માટે દત્તક લેવામાં આવી હતી અને તેમને યુનિફોર્મ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોપાલ સ્નેક્સ રહિયોલ તરફથી નમકીનના પેકેટ, ઈશ્વરભાઈ ભાવસાર તરફથી પેડ અને ક્રિષ્ના કોર્નરના ઉલ્લાસભાઈ શાહ તરફથી સંસ્થાના તમામ બાળકો માટે સ્ટીલની પાણીની બોટલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મોડાસાના ASI શિલ્પાબા ઝાલાએ પોતાના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં કાયમી તિથિ નોંધાવી દિવ્યાંગ બાળકોને મીઠાઈ અર્પણ કરી હતી, જેના માટે સંસ્થાના પ્રમુખ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાના પદાધિકારીઓ, હોદ્દેદારો, સ્ટાફ મિત્રો અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈતિહાસમાં પ્રથમવાર માનવીય અંગને રેલવેમાં લવાયું:વંદે ભારત ટ્રેનમાં 217 મિનિટમાં સુરતથી અમદાવાદ 'લાઇવ હાર્ટ' પહોંચાડાયું, પ્લેટફોર્મથી યુ.એન.મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાયો
    Next Article
    પાટણ મંડળીના હોદ્દેદારો સામે છેતરપિંડીની ફરિયાદ:અજુજાના ખેતમજૂર પાસેથી 16 વીઘા જમીન વેચવાના બહાને ₹13 લાખ પડાવી લીધા, વાગડોદમાં મંડળીના પ્રમુખ સહિત સામે BNS હેઠળ ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment