Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પહેલા પૂરતું વળતર આપો, પછી જ કામ શરૂ કરવા દેવાશે':મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલનને ઈસુદાન ગઢવીએ સમર્થન આપ્યું, હેમંત ખવા જોડાયા

    21 hours ago

    મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલના વળતર મામલે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવાએ આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઈશુદાન ગઢવીએ આ વિરોધને ગુજરાત વ્યાપી બનાવવાની હાકલ કરી હતી. વળતર મુદ્દે ગામના પાદરમાં ઉપવાસ આંદોલન જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો ખાનગી કંપનીના વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના પાદરમાં ઉપવાસી છાવણી નાખીને આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે 'પહેલા પૂરતું વળતર આપો, પછી જ કામ શરૂ કરવા દેવાશે'. આ અગાઉ કોંગ્રેસ અને AAP ઉપરાંત ભાજપના રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય સહિતના નેતાઓએ પણ આ છાવણીની મુલાકાત લીધી હતી, પરંતુ ખેડૂતોના પ્રશ્નનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ઈસુદાન ગઢવીનું નિવેદન અને દર મહિને હિસ્સાની માંગ જેતપર ખાતે ખેડૂતોને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ ખેતરોમાં થાંભલા નાખવાનું કામ શરૂ થઈ જશે તેવી આગાહી તેમણે અગાઉ જ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખેતરોમાં ઊભા કરાતા આ વીજપોલથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી, પરંતુ કંપનીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને નેતાઓ તેનાથી ચોક્કસ કમાણી કરવાના છે. તેથી ખેડૂતોને લમસમમાં એક જ વાર વળતર આપવાને બદલે દર મહિને પ્રોફિટનો ચોક્કસ હિસ્સો મળવો જોઈએ. આંદોલનને ગુજરાત વ્યાપી બનાવવાની હાકલ ઈશુદાન ગઢવીએ ખેડૂતોની આ માંગણીને વાજબી ગણાવીને આ આંદોલન ગામોગામ સુધી પહોંચાડીને ગુજરાત વ્યાપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ આગામી સમયમાં પણ ખેડૂતોની સાથે અડીખમ ઊભા રહેશે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત, આત્મવિશ્વાસ અને સૂઝબૂઝથી તુલા રાશિના સંકટો ટળશે
    Next Article
    SOGએ નશાકારક ચોકલેટ વેચનારને ઝડપ્યો:લાલપુરના મેઘાણામાંથી ₹4,240નો મુદ્દામાલ જપ્ત, બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment