Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ પોશીનામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપ્યું:₹12 લાખથી વધુના 24 છોડ સાથે એક આરોપી પકડાયો

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ ગામેથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ડ્રોન કેમેરાની મદદથી આ ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે ₹12,65,300ની કિંમતના 25.306 કિલોગ્રામ ગાંજાના 24 છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. SOG સ્ટાફ અને નાર્કોટિક્સ સેલ વોચ તપાસમાં હતા ત્યારે જયદીપકુમાર અને ભાવિનભાઈને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમી મુજબ, પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાવાસ ગામના રાજેટા ફળામાં રહેતા હકમાભાઈ લખાભાઈ ગમાર તેમના ઘરની આગળના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી રહ્યા હતા અને છોડ કાપીને ખેતરમાં સૂકવી રહ્યા હતા. સ્થળ પર સીધી તપાસ કરવી હિતાવહ ન હોવાથી, ડ્રોન મારફતે ખેતરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન સર્વે બાદ તાત્કાલિક સરકારી પંચોની રૂબરૂ હાજરીમાં ખેતરમાં તપાસ કરતા, 25.306 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 24 નંગ ગાંજાના છોડનો કટિંગ કરેલ ડાળી સાથેનો ઉપરનો ભાગ (વજન 4.570 કિલોગ્રામ, કિંમત ₹2,28,500) અને 24 નંગ ગાંજાના મૂળિયા સહિતના કટિંગ કરેલા લીલા ડાળીવાળા છોડ (વજન 20.736 કિલોગ્રામ, કિંમત ₹10,36,800)નો સમાવેશ થાય છે. આરોપી હકમાભાઈ લખાભાઈ ગમાર (ઉંમર 51, રહે. અજાવાસ, રાજેટા ફળો, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં SOG સાથે સ્થાનિક PI સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    દિનેશ રાઠોડનું સુરેન્દ્રનગર મનપા કમિશનર દ્વારા સન્માન:નિવૃત્તિ બાદ સમાજ સેવા બદલ કરાયું સન્માન
    Next Article
    પાલનપુરમાં માળી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ શરૂ:ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment