Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં માળી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ શરૂ:ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું

    9 hours ago

    પાલનપુરમાં માળી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ચામુંડા માતાજી અને ક્ષેત્રપાલદાદાના મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ભવ્ય અને ધાર્મિક મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર શરૂ થઈ છે. મહોત્સવના પ્રથમ દિવસે પાલનપુર માળી સમાજ દ્વારા ભવ્ય માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના મોટા માળીવાસ કમાલપુરા ચોકથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ઘોડા, બગી, રથ અને ઢોલ-નગારાના તાલે માતાજીની આરતી અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમાજના નાના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા. આ સુવર્ણ જયંતિ મહોત્સવના અવસરે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર માત્ર આસ્થાનું નહીં, પરંતુ પારિવારિક સંસ્કાર, એકતા અને પરમાત્માને પામવાનું પવિત્ર સ્થાન છે. આ ગૌરવપૂર્ણ સુવર્ણ મહોત્સવની ઉજવણી સમગ્ર સમાજ માટે ગર્વની ક્ષણ બની છે. શહેરભરમાં ઠેરઠેર શોભાયાત્રાનું પુષ્પવર્ષા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલ આ મહોત્સવે સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    SOGએ પોશીનામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપ્યું:₹12 લાખથી વધુના 24 છોડ સાથે એક આરોપી પકડાયો
    Next Article
    Ahmedabad News | અમદાવાદમાં ડબલ ઋતુમાં રોગચાળાના કેસમાં વધારો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment