Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ ₹1 કરોડના ગાંજાના 99 પાર્સલ ઝડપી પાડ્યા:રાજકોટના શખ્સે 1500 કિમી દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજો ખરીદ્યો, 19 દિવસ વોચ ગોઢવી ટ્રકને આંતરી લીધો

    14 hours ago

    રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી રૂ. 1.04 કરોડની કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાના 99 પાર્સલ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્ટીલના પાઇપની આડમાં ગાંજાની હેરાફેરી કરતા ટ્રક સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર સહિત અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. SOGની ટીમે સતત 19 દિવસ સુધી વોચ ગોઠવીને 1,500 કિલોમીટર દૂર ઓડિશાથી આવતા આ જથ્થાને ઝડપી પાડ્યો. 9 બાચકામાંથી સેલોટેપ ચોંટાડેલા 99 પાર્સલ મળ્યા રાજકોટ જેસીપી ચૈતન્ય મંડલિકના જણાવ્યા અનુસાર, SOG પીઆઈ એન.બી. ચૌધરીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ટ્રક (GJ-03-BV-5112) ને અટકાવી તલાશી લીધી હતી. ટ્રકમાં સ્ટીલના પાઇપની પાછળ છુપાવેલા 9 બાચકામાંથી સેલોટેપ ચોંટાડેલા પાર્સલ મળી આવ્યા હતા. FSLની મદદથી તપાસ કરતા તે વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ સરવદી (ઉ.વ. 26) અને ક્લીનર અરબાઝ સલીમભાઇ સંધી (ઉ.વ. 27) ની ધરપકડ કરી હતી. ઓડિશાના બાલનગીર જંગલમાંથી ખરીદી જથ્થો રાજકોટ લાવ્યા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, આ ગાંજાનો જથ્થો ઓડિશાના બાલનગીર જંગલમાંથી ખરીદીને રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામે રહેતા મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખાએ ભરી આપ્યો હતો. અમિત ઓડિશામાં ભાડાનું મકાન રાખીને રોકાતો હતો અને લીગલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાં સ્ટીલના પાઇપ જેવી ચીજોની આડમાં ગાંજો છુપાવીને મોકલતો હતો. આ નેટવર્કમાં જંગલેશ્વરનો રમિઝ ઉર્ફે માયો પણ ભાગીદાર હતો, જે આ જથ્થો રાજકોટમાં મેળવીને સૌરાષ્ટ્રના અન્ય પેડલરોને સપ્લાય કરવાનો હતો. અમિત ચોટીલા આસપાસ ટ્રેલરમાંથી ઊતરી ગયો હોવાનું સામે આવતાં પોલીસે તેની અને રમિઝની શોધખોળ તેજ કરી છે. રાજકોટની હદમાં પ્રવેશતા જ પોલીસે ટ્રકને આંતરી લીધો SOG ટીમે ગત 29 જુલાઈથી અમિતની ગતિવિધિઓ પર ટ્રેકિંગ શરૂ કર્યું હતું. ઓડિશાના બાલનગીરથી રવાના થઈને રાયપુર, ભીલાઈ, નાગપુર, અમરાવતી, અકોલા, ધુલે અને સુરત થઈને ટ્રક રાજકોટની હદમાં પ્રવેશતા જ પોલીસે તેને આંતરી લીધો હતો. માહિતી લીક ન થાય તે માટે આરોપીઓ દરેક ફેરામાં ડ્રાઈવર અને ક્લીનર બદલીને તેમને ₹30-30 હજાર આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ SOGએ કરેલ NDPS કામગીરી અંગે માહિતી ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર SOGએ વર્ષ 2025માં NDPSના 27 કેસમાં 38 આરોપીઓની ધરપકડ કરી ₹97.70 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં 748.55 ગ્રામ મેફેડ્રોન, 436.47 ગ્રામ હેરોઇન અને 114.19 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે આજ દિવસ સુધી જાન્યુઆરી 2026થી 18 ઓગસ્ટ 2026 દરમિયાન 23 કેસમાં 35 આરોપીની ધરપકડ કરી ₹1.81 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં 274.222 કિલોગ્રામ ગાંજો, 2.86 કિલો અફીણ, 445.510 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 380.890 ગ્રામ મેફેડ્રોન, 19.300 કિલો પોષડોડા, 98.03 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ફરી ધરપકડ:સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કૌભાંડનો કેસ, ACBએ કહ્યું- ખાસ કંપનીને ફાયદો પહોંચાડ્યો
    Next Article
    પતિએ પોર્ન વીડિયો બતાવીને ત્રાસ આપતાં શિક્ષિકાને પેનિક એટેક આવ્યો:ખોટા કેસમાં ફસાવાની મહિલાને ધમકી આપતા, રાજકોટમાં પતિ સહિત પરિવારના 6 સામે FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment