Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પોર્ન વીડિયો બતાવીને ત્રાસ આપતાં શિક્ષિકાને પેનિક એટેક આવ્યો:ખોટા કેસમાં ફસાવાની મહિલાને ધમકી આપતા, રાજકોટમાં પતિ સહિત પરિવારના 6 સામે FIR

    9 hours ago

    રાજકોના મહિલા પોલીસ સ્ટેશનમાં એક શિક્ષિકાએ પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ સહિત પરિવારના કુલ 6 સભ્યો સામે શારીરિક, માનસિક અને જાતીય ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે, પતિ પોર્ન વીડિયો બતાવીને શરીરના અંગો પર અશ્લીલ ટિપ્પણીઓ કરીને ભારે માનસિક યાતના અને ખોટા કેસમાં ફસાવાની મહિલાને ધમકી આપતો. શિક્ષિકાને માનસિક ત્રાસથી પેનિક એટેક આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્લેકમેઇલ કરીને કેસ રદ કરાવવાનો પ્રયાસ કરાતો શિક્ષિકાએ અગાઉ પણ સાસરિયાઓ સામે ઘરેલું હિંસા અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ પરત ખેંચાવવા અને ફરી સાથે રહેવા માટે પતિ અને સાસરિયાઓ સતત દબાણ કરતા હતા. પતિએ પત્નને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે, તો તેના પરિવારજનો સામે ખોટા કેસ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવશે. આ રીતે બ્લેકમેઇલ કરીને કેસ રદ કરાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોર્ન વીડિયો જોવા માટે બળજબરીથી મજબૂર કરતો પીડિતાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, પતિ પોતાના મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જોતો હતો અને મહિલાને પણ બળજબરીથી તે જોવા માટે મજબૂર કરતો હતો. દરમિયાન મહિલાના શરીરના અંગો વિશે અત્યંત બિભત્સ અને અશ્લીલ કમેન્ટ્સ કરીને તેની સ્ત્રીસહજ ગરિમાને હાનિ પહોંચાડવામાં આવતી હતી. વારંવારના આ પ્રકારના માનસિક અને જાતીય ઉત્પીડનને કારણે શિક્ષિકાની તબિયત લથડી હતી અને તેમને 'પેનિક એટેક' આવવા લાગ્યા હતા. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, પતિ દ્વારા તેમને તબીબી સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતી હતી અને વધુ અપમાનિત કરવામાં આવતી હતી. મહિલાનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો આ ઉપરાંત, એક પ્રસંગે અગાઉનો કેસ પરત ખેંચવાના મુદ્દે સાસરિયાઓએ મહિલા અને તેના પરિવારજનો સાથે અત્યંત ઉગ્ર અને હિંસક વર્તન કર્યું હતું. આ દરમિયાન પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મહિલાનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં સંતાન અંગેના દબાણ અને ઘરની વિષમ પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસે શિક્ષિકાની ફરિયાદના આધારે પતિ સહિત 6 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SOGએ ₹1 કરોડના ગાંજાના 99 પાર્સલ ઝડપી પાડ્યા:રાજકોટના શખ્સે 1500 કિમી દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજો ખરીદ્યો, 19 દિવસ વોચ ગોઢવી ટ્રકને આંતરી લીધો
    Next Article
    મારવાડી યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહેતા આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત:પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો રૂ.22 હજારનો દંડ આવતા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment