Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ફરી ધરપકડ:સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કૌભાંડનો કેસ, ACBએ કહ્યું- ખાસ કંપનીને ફાયદો પહોંચાડ્યો

    11 hours ago

    એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મંગળવારે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરોમાં ગેરરીતિના કેસમાં કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત 6 લોકોની ધરપકડ કરી છે. જૈન ઉપરાંત દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયની પણ ધરપકડ થઈ છે. ACB નો આરોપ છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરોની શરતો એવી રીતે બનાવવામાં આવી હતી કે એક ખાસ કંપનીને ફાયદો મળી શકે. આરોપ છે કે ઉદિત પ્રકાશ રાયને ₹1.52 કરોડની લાંચ આપવામાં આવી હતી. ACB ની તપાસ હજુ ચાલુ છે. જૈન, ઉદિત પ્રકાશ ઉપરાંત દિલ્હી જલ બોર્ડના પૂર્વ કોન્ટ્રાક્ચ્યુઅલ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ, કંપનીઓના માલિક નાગેન્દ્ર યાદવ, રાજા કુમાર કુર્રા, પંકજ વર્માની ધરપકડ કરવામાં આવી છે. 2024 માં 2 વર્ષ સજા કાપીને બહાર આવ્યા હતા જૈન સત્યેન્દ્ર જૈન ઓક્ટોબર 2024માં તિહારમાંથી બહાર આવ્યા હતા. તેઓ મની લોન્ડરિંગ કેસમાં 872 દિવસથી જેલમાં હતા. તેમની ED દ્વારા 30 મે 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં EDએ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. 18 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની અદાલતે તેમને જામીન આપ્યા હતા. આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    Badminton World Championships Day 2 Highlights: Lakshya Sen, Treesa Jolly-Gayatri Gopichand Emerge Victorious
    Next Article
    SOGએ ₹1 કરોડના ગાંજાના 99 પાર્સલ ઝડપી પાડ્યા:રાજકોટના શખ્સે 1500 કિમી દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજો ખરીદ્યો, 19 દિવસ વોચ ગોઢવી ટ્રકને આંતરી લીધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment