Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, વલસાડ સિવિલ ખસેડાયો

    9 hours ago

    વાપીની અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવા અને તેમના નાના પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા 3 આરોપીઓના DNA ટેસ્ટ કરાવી પરત ફરી રહેલી વલસાડ SOGની ટીમ પર એક આરોપીએ હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બલિઠા રેલવે અંડરપાસ પાસે બનેલી આ ઘટનામાં આરોપી જુગરાજસિંહે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી, જ્યારે પોલીસ વાહનના ડ્રાઇવર પર હથકડીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન PIએ સ્વબચાવમાં આરોપીના પગમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવતા તે ઘાયલ થયો હતો. પોલીસે તેને ફરી ઝડપી લઈ સારવાર માટે વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. 3 આરોપીને DNA ટેસ્ટ માટે લઈ જવાયા હતા અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં વલસાડ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસના ભાગરૂપે SOGની ટીમ 3 આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે બલિઠા રેલવે અંડરપાસ પાસે આ બનાવ બન્યો હતો. હથકડીથી હુમલો અને સ્વબચાવમાં ફાયરિંગ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી જુગરાજસિંહે અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી. ત્યારબાદ પોલીસ વાહનના ડ્રાઇવર પર હાથમાં પહેરેલી હથકડીથી હુમલો કરી તેને પણ ઇજા પહોંચાડી હતી. આરોપી ભાગી ન જાય અને પરિસ્થિતિને કાબૂમાં લેવા PIએ સર્વિસ રિવોલ્વરથી તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીએ SOGના PI દિનેશ પરમાર, ડ્રાયવર સુનિલ મિશ્રા, HC ઋતુરાજસિંહ ઝાલા અને ભાવેશ ચૌધરીને હથકડીથી હુમલો કરતા ઈજા થઈ હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા ગોળી વાગતાં આરોપી જમીન પર પડી ગયો હતો અને પોલીસે તેને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત PI અને પોલીસ ડ્રાઇવરની સારવાર અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલો શું છે? વાપી શહેરના મેઈન બજારમાં ગાંધી માર્કેટ ખાતે આવેલા અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ જૈન પર 17 નવેમ્બરે ચાકુ વડે જીવલેણ હુમલો કરાયો હતો. બપોરે જ્વેલર્સના સંચાલકનો નાનો ભાઈ શોપિંગ સેન્ટરના જનરલ વોશરૂમમાંથી બહાર આવીને દરવાજો લોક કરી રહ્યો હતો, ત્યારે લવપ્રીતસિંહ અને અમોલકસિંહે છરા અને કોયતા જેવા ધારદાર હથિયારોથી તેના ગળા અને પીઠ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્રીજા આરોપી જુગરાજે હુમલાનો વીડિયો ઉતારીને દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલી આપ્યો હતો. દુબઈની જેલમાં કાવતરું ઘડાયું પોલીસ તપાસ મુજબ મૂળ પંજાબના માનસાનો હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન દુબઈથી નેટવર્ક ચલાવે છે. દુબઈની જેલમાં કેદ દરમિયાન તેનો જુગરાજ ઉર્ફે યુવરાજ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ વાપીના સોનાના વેપારી પાસેથી ₹5 કરોડની ખંડણી વસૂલવાનું કાવતરું ઘડાયું હતું. આ કામ માટે દરેક આરોપીને ₹50 હજાર આપવાનું નક્કી થયું હતું, જેના પગલે પંજાબના રહેવાસી લવપ્રીતસિંહ, જુગરાજ ઉર્ફે યુવરાજ અને અમોલકસિંહ 13 નવેમ્બરે ટ્રેનમાં વાપી આવ્યા હતા અને એક 1 ગેસ્ટ હાઉસમાં રોકાઈને વેપારીની રેકી કરી હતી. કોણ છે હરજિંદર ઉર્ફે હેરી ઢીલ્લોન? આ હુમલાનો મુખ્ય સૂત્રધાર હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન હાલ હત્યાના એક કેસમાં દુબઈની જેલમાં બંધ છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ હેરીનું નામ સામે આવ્યું હતું. તેણે સિદ્ધુ મુસેવાલાના હત્યારા પૈકીના એક સચિન બિશ્નોઈ સુધી નકલી પાસપોર્ટ પહોંચાડ્યો હતો. તેણે ગેંગસ્ટરોને મોબાઈલ ફોન સિમ કાર્ડ અને નાણાં પણ પૂરા પાડ્યા હતા આ પણ વાંચો, 24 કલાકમાં સુરત પોલીસના બે હાફ એન્કાઉન્ટર સુરત શહેરમાં 19 નવેમ્બરે સવારે માત્ર 45 મિનિટમાં 5 સિરિયલ લૂંટ અને ચાકુબાજીની ઘટનાઓને અંજામ આપી આતંક મચાવનાર બંને લૂંટારુઓને સુરત પોલીસે 24 કલાકની અંદર બે અલગ-અલગ 'હાફ એન્કાઉન્ટર'માં દબોચી લઈ કાયદાનો પરચો બતાવ્યો હતો. મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણ પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રથમ આરોપી પરવેઝ અન્સારીના ડાબા પગમાં પોલીસે સ્વબચાવમાં ગોળી મારી ઝડપી લીધો હતો, જેના કલાકો બાદ આજે ક્રાઈમ બ્રાંચના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ યાદવના પગમાં પણ PSI શૈલેષ દુબેએ ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો હતો. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    રાજકોટની સિટીબસ સેવામાં ગંભીર બેદરકારી:મનપા દ્વારા ચાલુવર્ષે અત્યાર સુધીમાં રૂ. 4.57 કરોડનો દંડ ફટકારાયો, ચેકીંગ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરાઈ
    Next Article
    જામનગરમાં 4.19 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:બ્રેઝા કાર, ઇન્જેક્શન, મોબાઇલ અને રોકડ સહિત રૂ. 5.49 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment