Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 4.19 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:બ્રેઝા કાર, ઇન્જેક્શન, મોબાઇલ અને રોકડ સહિત રૂ. 5.49 લાખનો મુદ્દામાલ કબજે

    8 hours ago

    જામનગરમાં ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ પોલીસે 4.19 ગ્રામ મેફેડ્રોન પાવડર સાથે એક શખ્સને પકડ્યો છે. તેની કાર સહિત રૂ. 5,49,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન શરૂ કરાયું છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI વી.એમ. ડોડીયા અને PSI ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢાને બાતમી મળી હતી. બાતમી મુજબ, શબીરભાઈ ઉર્ફે ભડાલો જકરભાઈ ચંગડા (43) પોતાની સફેદ બ્રેઝા કારમાં મેફેડ્રોન પાવડર વેચતો હતો. તે મીગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તે પ્રદર્શન ગ્રાઉન્ડ શાકમાર્કેટના ખૂણા પાસે હતો. પોલીસે ત્યાં દરોડો પાડી શબીરભાઈ ઉર્ફે ભડાલો ચંગડાને પકડ્યો હતો. તેની પાસેથી 4.19 ગ્રામ મેફેડ્રોન પાવડર (કિંમત રૂ. 41,900), બ્રેઝા કાર (રૂ. 5 લાખ), સિરીંજ સાથેનાં 3 ઇન્જેક્શન, એક મોબાઇલ ફોન (રૂ. 5,000) અને રૂ. 2,850 રોકડા મળ્યા હતા. આરોપી સામે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે 2018થી 2024 દરમિયાન જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી અને જુગારધારા હેઠળ આશરે 20 ગુના નોંધાયા છે. આ કાર્યવાહી PI વી.એમ. ડોડીયા, PSI ડી.જી. રામાનુજ અને સર્વેલન્સ સ્ટાફે કરી હતી. ટીમમાં ASI નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ મનસુખભાઈ પરમાર, વિજયભાઈ બળદેવભાઈ કાનાણી, વિપુલભાઈ જગદીશભાઈ સોનગરા, શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા, યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, હરપાલસિંહ ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ ટેમુભા જાડેજા અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા હતા. પોલીસ કોન્સ્ટેબલ વિનાયકભાઈ જગદીશભાઈ વાઘેલા, કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા અને રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયા પણ ટીમમાં સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, વલસાડ સિવિલ ખસેડાયો
    Next Article
    બમરોલી રોડ પર રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ:પ્રેસિંગ મશીન અને પ્લાસ્ટિકનો જથ્થો ખાખ, 6 ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment