Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃંદાવન-6 સોસાયટીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:ન્યુ સાયન્સ સીટી, સોલા, અમદાવાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી મનાવાયો

    14 hours ago

    વૃંદાવન-6 બંગ્લોઝ સોસાયટીમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી. સોસાયટીની મહિલાઓ અને બાળકોએ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કર્યું હતું. સોસાયટીના સભ્ય રમેશ લાડુમોરના ઘરના આંગણે બાલ ગોપાલના જન્મોત્સવની ઉજવણી થઈ. મહિલાઓ અને બાળકોએ સુંદર ડેકોરેશન કર્યું હતું. દહીં હાંડી માટે પણ સારી વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે સોસાયટીના તમામ સભ્યોએ પરિવાર સાથે ભાગ લીધો. મહિલાઓ બાંધણી સાડીમાં અને પુરુષો સવાલ કુર્તામાં સજ્જ હતા. નાના બાળકોની હાજરીથી કૃષ્ણ જન્મોત્સવનો માહોલ વધુ આનંદમય બન્યો. નાનો અયાન પણ બાલગોપાલના વેશમાં ખૂબ સુંદર લાગતો હતો. મહિલાઓએ કૃષ્ણ ભગવાનના ભજનો ગાયા. ત્યારબાદ સોસાયટીના સભ્યોએ રાસ ગરબા કર્યા અને કૃષ્ણ ભગવાનની ધૂન બોલાવી. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ ભગવાનના જન્મની વધામણી કરાઈ. આરતી અને થાળ બાદ દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો. અંતે, સોસાયટીના દરેક સભ્યોએ પ્રસાદ લઈને જન્માષ્ટમીના ઉત્સવની પૂર્ણાહુતિ કરી અને પોતપોતાના ઘરે ગયા.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના શંકુઝ નેચરલ હેલ્થકેર સેન્ટરમાંથી 5.98 લાખના દાગીનાની ચોરી:લોકર તપાસતા ખાલી, મુંબઈની મહિલા વકીલે લાંઘણજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
    Next Article
    સ્વચ્છતા ન રાખનાર 6 દુકાનો સીલ, 5ને નોટિસ:PM મોદીના આગમન પહેલા ગંદકી ફેલાવનાર સામે વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment