Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખરા અર્થમાં મેહુલિયો ગાજ્યો:ગુજરાતી ભાષા ભવન હવે ‘દિનકર જોષી ગુજરાતી ભાષા ભવન’

    7 hours ago

    કાંદિવલીમાં ગુજરાતી ભાષા ભવન દ્વારા વરસાદનાં ગીતોનો એક રોમાંચક કાર્યક્રમ યોજાયો હતો અને આ જ કાર્યક્રમમાં સાહિત્યકાર ડો.દિનકર જોષીના માનમાં એક ગૌરવપ્રદ જાહેરાત થઇ હતી. કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સ્થાપિત અને સંચાલિત ગુજરાતી ભાષા ભવન આજથી “દિનકર જોષી ગુજરાતી ભાષા ભવન”ના નામે ઓળખાશે,. આ સમયે કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે કહ્યું હતું કે દિનકરભાઈએ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે જે ભગીરથ કાર્ય કર્યું છે તે સાવ નોખું છે, કેમ કે તેમણે આપણી ભાષાનાં પુસ્તકો અન્ય ભાષામાં રૂપાંતરિત (અનુવાદ) થઈ લોકો સુધી પહોંચે એ માટે પણ અસાધારણ પ્રયાસ કર્યા છે અને તેમણે માત્ર પોતાના જ નહીં, બલકે અન્ય લેખકોના પુસ્તકોને પણ વિવિધ ભાષામાં રૂપાંતરિત કરાવીને બહોળા વર્ગ સુધી પહોંચાડવાની કામગીરી કરી છે. 160થી વધુ પુસ્તકોના લેખક દિનકરભાઇએ ગુજરાતી ભાષા ભવનની સ્થાપના મારફત ગુજરાતીઓમાં સાહિત્યપ્રેમ- સંસ્કૃતિપ્રેમ વિકસાવ્યો છે, તેમના માર્ગદર્શન હેઠળ અન્ય સંસ્થાઓ પણ આ માર્ગે ઊભી થઈ છે અને વિકસતી રહી છે. દિનકરભાઈએ આ પ્રસંગે લોકોના પ્રેમ અને લાગણી બદલ આભારનો ભાવ વ્યકત કરતા કહ્યું હતું કે મેં કંઈ લખ્યું નથી, પરમાત્માએ લખાવ્યું છે. જો મેં લખ્યું છે એમ હું કહું કે માનું તો એ બધું મટી જાય. આ અવસરે ભાવુક બનેલા દિનકરભાઈએ કહયં હતું કે માણસ માટે અમુક ઉંમર વટાવ્યા બાદ જીવવાનું બહુ અઘરું બનતું હોય છે, પરંતુ આવી પળ જીવવાનું બળ આપે છે એમ જણાવતા કહ્યું હતું. ખરા અર્થમાં મેહુલિયો ગાજ્યો આ પ્રસંગે પ્રેક્ષકોથી છલોછલ પંચોલિયા હોલમાં ખરા અર્થમાં મેહુલિયો ગાજયો અને વરસ્યો હતો. ગીતો સાથે આનંદ-ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. વરસાદી ગીતોના આ માહોલને જાણીતા ગાયિકા નિશા કાપડિયા, શ્રધ્ધા શ્રીધરાણી, ગાયક રાઘવ દવેએ પોતાના મધુર કંઠે તાળીઓના વરસાદથી છલકાવી દીધો હતો. કાર્યક્રમનું રસપ્રદ સંચાલન નંદિની ત્રિવેદીએ કર્યું હતું. પ્રસંગે ટ્રસ્ટીઓ મહેશ ચંદારાણા, મેનેજિગ કમિટિના સભ્યો ભરત દત્તાણી, બીજલ દત્તાણી ઉપરાંત કોલેજોના પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિધાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    RBI ने ऐसा क्या किया कि सिर्फ 40 दिन में ही देश में आ गए 21 अरब डॉलर?
    Next Article
    દર્દીના સંબંધીઓ માટે રહેવા-ખાવાની વ્યવસ્થા નજીવા દરે ઉપલબ્ધ:6 મુખ્ય હોસ્પિટલોમાં ધર્મશાળા માટે ગુજરાતની સંસ્થાને જગ્યા અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment