Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: એક જ દિવસમાં 457 ફોર્મ:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારી પત્રો રજૂ

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. શુક્રવારે એક જ દિવસમાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે કુલ 457 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ, શનિવાર છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 એપ્રિલથી ઉમેદવારી પત્રોનું વિતરણ અને સ્વીકારવાનું શરૂ થયું હતું. શુક્રવારે ભરાયેલા કુલ 457 ઉમેદવારી પત્રોમાંથી, આઠ તાલુકા પંચાયતો માટે 307, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 67 અને હિંમતનગર, ઇડર, વડાલી તથા પ્રાંતિજ નગરપાલિકા (એક વોર્ડની પેટાચૂંટણી સહિત) માટે 49 ઉમેદવારી પત્રો ભરાયા હતા. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, શુક્રવારે હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 25, ખેડબ્રહ્મામાં 57, વિજયનગરમાં 22, ઇડરમાં 38, તલોદમાં 19, પ્રાંતિજમાં 23, વડાલીમાં 48 અને પોશીના તાલુકાની 20 બેઠકો માટે 75 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ, એક જ દિવસમાં તાલુકા પંચાયતો માટે કુલ 307 ફોર્મ રજૂ થયા.જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે શુક્રવારે 67 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં હિંમતનગર તાલુકાની 7 બેઠકો માટે 8, ખેડબ્રહ્મા તાલુકાની 4 બેઠકો માટે 11, વિજયનગર તાલુકાની 3 બેઠકો માટે 4, ઇડરની 6 બેઠકો માટે 12, પ્રાંતિજ તાલુકાની 4 બેઠકો માટે 6, વડાલીની 2 બેઠકો માટે 6 અને પોશીનાની 4 બેઠકો માટે 20 ઉમેદવારી પત્રોનો સમાવેશ થાય છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રોના આંકડા મુજબ, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 83 ઉમેદવારોએ 84 ફોર્મ ભર્યા છે. નગરપાલિકાઓમાં, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 17, ઇડરના 7 વોર્ડની 28 બેઠકો માટે 14 અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 23 ઉમેદવારી પત્રો ભરાયા છે. આમ, પાંચ દિવસમાં નગરપાલિકાઓમાં કુલ 55 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે શનિવારે વધુ એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા:શોભાસણ બ્રિજ પાસેથી 9.83 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો હતો
    Next Article
    લોદરા-સરગાસણથી બે શખસ IPL મેચ પર સટ્ટો રમતા ઝડપાયા:53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે સંકળાયેલાની શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment