Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સાંતલપુર નેશનલ હાઇવે પર અકસ્માત:ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે ટક્કરમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત

    9 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગરામડી ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અલ્ટો કારનો કુરચો બોલી ગયો સાંતલપુર નેશનલ હાઇવે પર ગરામડી ગામના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલા એક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે અલ્ટો કારનો કુરચો બોલી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયા હતા. એક જ પરિવારના 4 લોકોના મોત અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાજીપીર દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. કારમાં કુલ 7 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની વિગત ઘાંચી પરિવારના પતિ-પત્ની, પુત્ર અને દાદાના મોત થયા છે, જ્યારે એક પુત્રવધૂ અને એક બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી ઘટનાની જાણ થતા જ સાંતલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં સાંતલપુર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ સ્થાનિક સ્વરાજ ચૂંટણી:AAPએ 20થી વધુ ઉમેદવારો જાહેર કર્યા, ભાજપની યાદી પર સૌની નજર, કોંગ્રેસમાં મંથન ચાલુ
    Next Article
    Woman Smashes Husband's Head With Stone, Sits Near Body For The Whole Night

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment