Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં સંગીત શિક્ષકોની ભરતી મુદ્દે દિવ્યાંગ ઉમેદવારોમાં રોષ:2008 પછી કાયમી ભરતી ન થતાં ચાર-ચાર વખત TAT પાસ કરનારા ઉમેદવારોએ સીધી ભરતીની માગ કરી

    7 hours ago

    વર્ષ 2008 પછી રાજ્યની શાળાઓમાં સંગીત વિષયના શિક્ષકોની કાયમી ભરતી ન કરવામાં આવતા દિવ્યાંગ ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચાર-ચાર વખત TAT પરીક્ષા યોજાયા બાદ પાસ થયેલા દિવ્યાંગ ઉમેદવારોનું હજુ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ન કરાતા તેઓ રોજગારથી વંચિત રહ્યા છે. ઉમેદવારોએ નિયમ મુજબ ચાર ટકા અનામત હેઠળ રૂ. 26 હજારના પગાર ધોરણે સીધી કાયમી ભરતી કરવાની માગ ઉઠાવી છે. પીએમ શ્રી યોજના હેઠળ સેવા અવધિ અને કામકાજના દિવસો ઘટાડાતા મુશ્કેલી પીએમ શ્રી યોજના હેઠળ અગાઉ 11 મહિનાની સેવા અવધિ દર્શાવવામાં આવી હતી, પરંતુ શાળાઓમાં માત્ર 9 મહિના જ કામ અપાતું હતું. હવે નવી જોગવાઈ મુજબ ગુજરાત સરકારની શાળાઓમાં 200 દિવસ અને કેન્દ્ર સરકારની શાળાઓમાં માત્ર 100 દિવસ કામ કરવાની મર્યાદા નક્કી કરાઈ છે. શાળાઓ બંધ હોય ત્યારે ચાર મહિના આર્થિક સંકટ ન વેઠવું પડે તે માટે સેવાને સળંગ ગણી 12 મહિના આજીવિકા સુનિશ્ચિત કરવા ઉમેદવારોએ માગ કરી છે. બેકલોગ જગ્યાઓ ભરવા અને સંગીતને સામૂહિક વિષય ગણવા રજૂઆત બે વખત TAT પાસ ઉમેદવાર નિલેશ પટેલે જણાવ્યું કે, મોટાભાગનો દિવ્યાંગ સમૂહ સંગીત વિષય સાથે જોડાયેલો હોવા છતાં 2008 પછી કોઈ કાયમી ભરતી થઈ નથી. હાઈકોર્ટમાં 21 હજાર બેકલોગ જગ્યાઓ પૈકી શિક્ષણ વિભાગની 4,084 જગ્યાઓમાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં નિયમ મુજબ ભરતી થઈ નથી. સંગીતને વૈકલ્પિક રાખવાને બદલે સામૂહિક વિષય ગણી TAT પાસ ઉમેદવારોનું વહેલી તકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી રોજગારી આપવામાં આવે તેવી માગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીથી અપહરણ કરાયેલું 8 મહિનાનું બાળક યુપીમાંથી મળ્યું:ત્રણ દીકરીઓ હતી, કપલે વારસદારની ઇચ્છામાં અપહરણ કર્યું હતું; ત્રણની ધરપકડ
    Next Article
    'છોકરાઓને બહાર મોકલ, નહીંતર પતાવી દઈશું':મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી ગણપતનગરમાં 4 શખસ બેફામ, જૂની અદાવતમાં ફળના વેપારીની 2 બાઇક સળગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment