Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયો

    7 घंटे पहले

    વાપીની અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવા અને તેમના નાના પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા 3 આરોપીઓના DNA ટેસ્ટ કરાવી પરત ફરી રહેલી વલસાડ SOGની ટીમ પર એક આરોપીએ હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બલિઠા રેલવે અંડરપાસ પાસે બનેલી આ ઘટનામાં આરોપી જુગરાજસિંહે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી, જ્યારે પોલીસ વાહનના ડ્રાઇવર પર હથકડીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન PIએ સ્વબચાવમાં આરોપીના પગમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવતા તે ઘાયલ થયો હતો. પોલીસે તેને ફરી ઝડપી લઈ સારવાર માટે વાપીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દુબઈના ગેંગસ્ટરના ઇશારે હુમલાનો ખુલાસો અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં દુબઈની જેલમાં બંધ કથિત ગેંગસ્ટર હેરીના ઇશારે પંજાબના શખ્સો દ્વારા સંચાલકના નાના પર હુમલો કરાયો હોવાની તપાસમાં વિગતો સામે આવી હતી. આ મામલે વલસાડ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસના ભાગરૂપે SOGની ટીમ 3 આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે બલિઠા રેલવે અંડરપાસ પાસે આ બનાવ બન્યો હતો. હથકડીથી હુમલો અને સ્વબચાવમાં ફાયરિંગ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી જુગરાજસિંહે અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી. ત્યારબાદ પોલીસ વાહનના ડ્રાઇવર પર હાથમાં પહેરેલી હથકડીથી હુમલો કરી તેને પણ ઇજા પહોંચાડી હતી. આરોપી ભાગી ન જાય અને પરિસ્થિતિને કાબૂમાં લેવા PIએ સર્વિસ રિવોલ્વરથી તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા ગોળી વાગતાં આરોપી જમીન પર પડી ગયો હતો અને પોલીસે તેને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત PI અને પોલીસ ડ્રાઇવરની સારવાર અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'આપ મુજે પસંદ હો, મેરે સાથ સેટિંગ કરો':પરિણીતાને વોટ્સએપ પર મેસેજ કરી પરેશાન કરનાર ઈસનપુરના સલ્લુ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    કડીમાં ગેરકાયદે રેતી વહન કરતા 6 ડમ્પર ઝડપાયા:₹ 2.40 કરોડનો મુદ્દામાલ સીઝ, ખાણ ખનીજ વિભાગની આકસ્મિક તપાસમાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment