Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આપ મુજે પસંદ હો, મેરે સાથ સેટિંગ કરો':પરિણીતાને વોટ્સએપ પર મેસેજ કરી પરેશાન કરનાર ઈસનપુરના સલ્લુ સામે પોલીસ ફરિયાદ

    7 hours ago

    અમદાવાદમાં રહેતી એક યુવતીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ કરી પજવણી કરાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 'આપ મુજે પસંદ હૈ, મેરે સાથ સેટિંગ કરો' પરિણીતાના વોટ્સએપ નંબર પર મેસેજ કરતા યુવતીએ ના પાડી તો યુવકે ગાળો કાઢી હતી. ત્યારબાદ આ મામલે યુવતીએ તેના પતિને જણાવી હતી. તપાસ કરતા આ નંબર સલ્લુ નામના યુવકનો હોવાનું સામે આવ્યું. સલ્લું યાદવ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ ફોન પર મેસેજ કરી પજવણી કરી અમદાવાદના એક વિસ્તારમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી યુવતીના વોટ્સએપ નંબર પર 21મી નવેમ્બરે બપોરના સમયે મેસેજ આવ્યો હતો. યુવતીએ સામે કોણ છે તેવું પૂછતા સામેવાળી વ્યક્તિએ પોતાનું ટૂંકું નામ સલ્લુ જણાવ્યું હતું. ​ત્યારબાદ આ શખ્સે મહિલાને મેસેજમાં 'આપ મુજે પસંદ હો,મેરે સાથે સેટીંગ કરો' તેવા મેસેજ મોકલ્યા હતા. આ પ્રકારના મેસેજ વાંચીને યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેને મેસેજ નહીં કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં આરોપીએ સતત અલગ-અલગ બિભત્સ અને અપમાનજનક મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. આખરે કંટાળીને મહિલાએ તે મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. સાંજે મહિલાના પતિ ઘરે પરત ફર્યા ત્યારે તેણે સમગ્ર હકીકત જણાવી હતી. પતિએ મોબાઇલ નંબર તપાસતા તે નંબર સતાધાર સોસાયટીમાં રહેતા નિતીન ઉર્ફે સલ્લુ શ્યામસિંગ યાદવનો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશન પહોંચીને નીતિન સામે ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની નવોદય વિદ્યાલય પાસે કચરામાં આગથી ધુમાડો ફેલાયો:૪૦૫ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમનો કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારીયાનો આક્ષેપ
    Next Article
    વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment