Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં ગેરકાયદે રેતી વહન કરતા 6 ડમ્પર ઝડપાયા:₹ 2.40 કરોડનો મુદ્દામાલ સીઝ, ખાણ ખનીજ વિભાગની આકસ્મિક તપાસમાં કાર્યવાહી

    7 घंटे पहले

    મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં પરમીટ વિના તેમજ ઓવરલોડ ખનીજ વહનની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઝુંબેશના ભાગરૂપે કડી પંથકમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા 6 ડમ્પર ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા. વિભાગની ટીમે તમામ વાહનો અને ખનીજનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડી વાહન માલિકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. 6 ડમ્પરમાં સાદી રેતીનું ગેરકાયદે વહન મહેસાણા જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંગની સૂચના અને માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમ દ્વારા કડી વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ-પરમીટ વગર સાદી રેતી ભરીને પસાર થઈ રહેલા 6 ડમ્પરને અટકાવી તપાસ કરતાં ગેરકાયદેસર વહન હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી ટીમે તમામ 6 ડમ્પર કબજે લીધા હતા. ₹ 2.40 કરોડનો મુદ્દામાલ સીઝ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરાયેલી સાદી રેતી અને 6 ડમ્પર મળી ₹ 2.40 કરોડનો મુદ્દામાલ નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત નિયમોના ભંગ બદલ તમામ ડમ્પરના માલિકો સામે ₹ 9.27 લાખ જેટલી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની આ કડક અને સપાટાબંધ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો.
    Click here to Read More
    Previous Article
    વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    Alice Huang's Ties With Shadow Network Of Chip-Smuggling Ring: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment