Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ અર્ટિગા કારમાંથી MD ડ્રગ્સ સાથે ત્રણને ઝડપ્યા.:જૂનાગઢમાં લાખોના MD ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા: અર્ટિગા કાર અને મોબાઈલ સહિત રૂ. 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત.

    1 day ago

    ​જૂનાગઢના યુવાનો નશાની લતમાં હોમાય તે પહેલા જ જૂનાગઢ SOGની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અગાઉ પણ જૂનાગઢ પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરી હતી. તેવામાં ફરી એકવાર SOG ટીમે સાંકળીધાર પોલીસ ચેક પોસ્ટ પરથી અર્ટિગા કારમાં MD ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલી બે મહિલા અને એક પુરુષને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ MD ડ્રગ્સના કેસમાં પકડાયેલા સલીમ ઉર્ફે ભૂરીયો હુશેનભાઈ સોઢાની પત્ની તથા વંથલીનો લાલો સુખાનંદી અને તેની પત્ની સિલ્વર કલરની અર્ટિગા કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ બાતમીના આધારે SOGની ટીમે સાંકળીધાર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવીને કારને રોકી હતી. કારની તલાશી લેતાં તેમાંથી 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ​પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સ વેચવા નીકળેલી જૂનાગઢના ભારતમીલના ઢોરા પાસે રહેતી સલમાબેન, વંથલીની સુરજકુંડની જગ્યા પાસે રહેતી શર્મિલાબેન અને તેના પતિ તેજસ્વીન ઉર્ફે લાલો દિનેશભાઈ સુખાનંદીની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભોજાસણ ગામ નજીક આઉ ગામે એક અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે તે અજાણ્યા શખ્સને પણ ચોપડે ચડાવી તેની શોધખોળ શરૂ કરી છે. ​આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 39,810 ની કિંમતનું 13.27 ગ્રામ MD ડ્રગ્સ, રૂ. 10,500 ની કિંમતના 2 મોબાઈલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની અર્ટિગા કાર મળીને એકંદર રૂ. 5,50,310 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    2.37 કરોડના છેતરપિંડી કેસમાં 3 આરોપીની ધરપકડ:બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો જામનગરના બદલે બરોબર અન્ય ટ્રક મારફત અમદાવાદ પહોંચાડાય એ પહેલા પોલીસે ઝડપી પાડ્યો, મુખ્ય ટ્રક ચાલક અને ક્લીનર ફરાર
    Next Article
    જામનગરમાં 2 દિવસમાં 501 બાળકને શાળામાં પુનઃપ્રવેશ:શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 'સમરસ વિદ્યાસેતુ' કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment