Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 2 દિવસમાં 501 બાળકને શાળામાં પુનઃપ્રવેશ:શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 'સમરસ વિદ્યાસેતુ' કાર્યક્રમ યોજાયો

    1 day ago

    જામનગર શહેરના દિગ્જામ સર્કલ સ્થિત શાળા નંબર-31 ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને 'સમરસ વિદ્યાસેતુ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું સ્વાગત કરાયું હતું. આ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા "સમરસ વિદ્યા સેતુ અભિયાન" શરૂ કરાયું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ શાળાથી વંચિત, ડ્રોપઆઉટ તેમજ રિફ્યુઝલ થયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય છે. મંત્રીએ ગુજરાતના વિકાસમાં ગુણવત્તાસભર શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્ય સરકાર બાલવાટિકાથી ઉચ્ચ અભ્યાસ સુધી દરેક બાળક શિક્ષણ પૂર્ણ કરી શકે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ અભિયાન હેઠળ, સામાજિક કે આર્થિક કારણોસર શાળાથી દૂર રહેલા બાળકો માટે હોમ સ્કૂલિંગ તેમજ શૈક્ષણિક ગેપ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી તેઓ સરળતાથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે. આ સમગ્ર કામગીરીમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટરો, જિલ્લા શિક્ષણ તંત્ર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે. 'સમરસ વિદ્યાસેતુ' કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અભ્યાસ છોડનારા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ, જિલ્લા તંત્ર તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વ્યાપક સ્તરે સંપર્ક અને પ્રેરણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની શાળાઓમાં બે દિવસમાં કુલ 501 વિદ્યાર્થીઓએ પુનઃપ્રવેશ મેળવી શિક્ષણની નવી શરૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    SOGએ અર્ટિગા કારમાંથી MD ડ્રગ્સ સાથે ત્રણને ઝડપ્યા.:જૂનાગઢમાં લાખોના MD ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા: અર્ટિગા કાર અને મોબાઈલ સહિત રૂ. 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત.
    Next Article
    3 વીઘા ખેતરમાંથી શખસોએ કપાસના ઊભા છોડ ઉખેડી નાખ્યા:ચમારડીના ખેડૂત અને ગ્રામનજનોની કડક કાર્યવાહીની માંગ, 10 હજાર રૂપિયાથી વધુનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment