Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 વીઘા ખેતરમાંથી શખસોએ કપાસના ઊભા છોડ ઉખેડી નાખ્યા:ચમારડીના ખેડૂત અને ગ્રામનજનોની કડક કાર્યવાહીની માંગ, 10 હજાર રૂપિયાથી વધુનું નુકસાન

    1 day ago

    ભાવનગરના ગારિયાધાર તાલુકાના ચમારડીમાં અસામાજિક તત્વો દ્વારા એક ખેડૂતના ખેતરમાં વાવેલા કપાસમાંથી અંદાજે અઢીથી ત્રણ વીઘાના કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ખેંચી નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર ગામમાં અને ખેડૂત વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. શખસોએ 3 વીઘામાંથી કપાસ ઉખેડી નાખ્યો આ બનાવ અંગે પીડિત ખેડૂત વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે, તેમણે અંદાજે આઠથી દસ વીઘા વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું હતું, આ વિસ્તારમાં પાણીની સગવડ સારી હોવાથી કપાસનો સારો એવો ફાલ ઉતર્યો હતો અને સિઝન દરમિયાન અંદાજે 250થી 300 મણ કપાસની ઉપજ મળવાની આશા હતી પરંતુ, 4 ઑગસ્ટે રાત્રે કોઈ વિઘ્નસંતોષી અને અસામાજિક તત્વોએ જાણી જોઈ ખેતરમાં અઢીથી ત્રણ વીઘા જમીન પર કપાસ ઉખેડી નાખ્યો હતો, આ નુકસાનના કારણે ખેડૂતને સિઝન અંત સુધીમાં આશરે 10 હજાર રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કાયરતાપૂર્ણ કૃત્યની સખત શબ્દોમાં ટીકા ઘટનાની જાણ થતાં જ ચમારડી ગામના સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનો અને આગેવાનોએ આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત શબ્દોમાં ટીકા કરી હતી. સ્થાનિક અગ્રણી દેવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિઓથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક આવા શખસોને નહીં પકડવામાં આવે, તો ખેડૂતો સામે ગંભીર સંકટ ઊભું થશે, ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અરજી સ્વીકારી તપાસ હાથ ધરી છે. કડક કાર્યવાહી કરવા ખેડૂતો, ગ્રામજનોની માંગ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિજય માંગુકિયા સહિતની ટીમ ચમારડી ગામની મુલાકાતે પહોંચી હતી. તેમણે પીડિત ખેડૂતની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં એકલા રહેતા માવતરો અને ખેડૂતોને હેરાન કરતી અસામાજિક માનસિકતા ધરાવતા શખસોની શાન ઠેકાણે લાવવા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવશે. ગ્રામજનો અને ખેડૂતની એક જ માંગ છે કે, આવા અસામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે શોધી કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય ખેડૂત સાથે આવી ઘટના ન બને.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 2 દિવસમાં 501 બાળકને શાળામાં પુનઃપ્રવેશ:શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 'સમરસ વિદ્યાસેતુ' કાર્યક્રમ યોજાયો
    Next Article
    "I Confronted Him": Zaid Darbar Breaks Silence On Kushal Tandon's Derogatory Comments About Wife Gauahar Khan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment