Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2.37 કરોડના છેતરપિંડી કેસમાં 3 આરોપીની ધરપકડ:બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો જામનગરના બદલે બરોબર અન્ય ટ્રક મારફત અમદાવાદ પહોંચાડાય એ પહેલા પોલીસે ઝડપી પાડ્યો, મુખ્ય ટ્રક ચાલક અને ક્લીનર ફરાર

    1 day ago

    રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટનો 25 ટન માલ દિલ્લીથી રાજકોટ પહોંચ્યા બાદ 23 ટન બ્રાસ સ્ક્રેપ જામનગર પહોંચાડવાના બદલે દિવસે હેવી વાહનને શહેરમાં પ્રવેશબંધીનું બહાનું બનાવી અન્ય ટ્રક મારફત બારોબાર સગેવગે કરી દેતા પોલીસે ગુનો નોંધી મૂળ ઉત્તરપ્રદેશના હાલ અમદાવાદ રહેતા ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ 2.21 કરોડનો 23 ટન બ્રાસ સ્ક્રેપ તથા ટ્રક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દિલ્લીથી રાજકોટ આવેલા ટ્રક ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા અડધી કિંમતમાં બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો બારોબાર વહેંચી દેવા માટે ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે જો કે માલ વહેંચે તે પહેલા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી તમામ મુદામાલ રિકવર કર્યો છે. રાજકોટ એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢેબર રોડ ઉપર ઇંગ્લેન્ડ અને આકાશ ટ્રાન્સપોર્ટની બાજુમા શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ ઓફિસ આવેલ છે. ગઇ તા.31.07.2026ના રોજ રાત્રે 9.30 વાગ્યા આસપાસ દિલ્લી ટ્રાન્સપોર્ટ ઓફિસથી ટ્રક નંબર RJ.52.GA.4413માં 27 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ લોડ થઈ રાજકોટ તરફ આવવા નીકળ્યો હતો. જે ટ્રકમા ડ્રાઇવર તરીકે મનોહરસિંગ કરણસિંગ તથા તેની સાથે કલીનરમાં પ્રતાપસિંગ હતો. ટ્રકમાં લોડ થયેલ માલ પૈકી 2 ટન માલ રાજકોટની જુદી જુદી પાર્ટીનો હતો તથા બાકીનો અંદાજીત 25 ટન માલ જામનગરની જુદી જુદી પાર્ટીનો હતો જે માલ જામનગર પહોંચાડવાનો હતો. તા.04.08.2026ના બપોરના 11.30 વાગ્યાની આસપાસ દિલ્લીથી બ્રાસ સ્ક્રેપ ભરાયેલ ગાડીની બિલટી લઇ રાજકોટની પાર્ટીનો 2 ટન માલ ટ્રાન્સપોર્ટએ ખાલી કરી જામનગર ખાતે મોકલવાનો માલ ગાડીમા રાખી રાત્રીના નો-એન્ટ્રી બાદ ગાડી રવાના કરવાની વાત કરી હતી. સાંજે 6.30 વાગ્યે રાજકોટનો 2 ટન માલ અમારી ઓફિસે ખાલી કરી અને બાકીનો 25 ટન માલ ગાડીમા લઈ ડ્રાઇવર મનોહરસિંગ કરણસિંગને રાત્રીના જામનગર જવા દેવાનું કીધું હતું. જો કે જામનગર પહોંચાડવા બદલે અન્ય ટ્રક બોલાવી જામનગરના અલગ અલગ વેપારીનો માલ બારોબાર વહેંચી દેવા નક્કી કરી ટ્રકને રાજકોટમાં જ મૂકી દિલ્લીથી નીકળેલા ટ્રક ચાલક અને ક્લીનર ફરાર થઇ ગયા છે. ભક્તિનગર પોલીસ દ્વારા કુલ 2.37 કરોડની વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી દરમિયાન અન્ય ટ્રકમાં બ્રાસ સ્ક્રેપ માલ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદ રહેતા બે આરોપી મહમદ આશીફ હાસ્મી અને રિઝવાન પઠાણ લઇ ગયાનું સામે આવતા પોલીસે આ બંનેની ધરપકડ કરી રૂ.2.21 કરોડનો કુલ 23640 ટન માલ રિકવર કરી આરોપી મહમદ હાસ્મીના ભાઈ મોહમદ શેખ ઉર્ફે ઇમરાનની સંડોવણી ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બ્રાસ સ્ક્રેપનો આ મોટો જથ્થો અડધી કિંમતમાં વહેંચી દેવા માટે આરોપીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જો કે માલ વહેંચે એ પહેલા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી મુખ્ય ટ્રક સાથે આવેલા ચાલક ક્લિનરની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલાના જૂની કાતર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો:SOG ટીમે રૂ. 37,437નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી
    Next Article
    SOGએ અર્ટિગા કારમાંથી MD ડ્રગ્સ સાથે ત્રણને ઝડપ્યા.:જૂનાગઢમાં લાખોના MD ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા: અર્ટિગા કાર અને મોબાઈલ સહિત રૂ. 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment