Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાના જૂની કાતર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો:SOG ટીમે રૂ. 37,437નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલાના જૂની કાતર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. અમરેલી SOG ટીમે આ કાર્યવાહી કરી, જેમાં સરકાર માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવતા શખ્સને પકડવામાં આવ્યો. SOGની ટીમે ખાનગી બાતમીના આધારે જૂની કાતર ગામે રેડ કરી હતી. પોલીસ ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં તપાસ કરતા સંજય નારણ મોર નામનો શખ્સ નામ વગરનું ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું. તે સરકાર માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો રાખી દર્દીઓને સારવાર આપતો હતો. રેડ દરમિયાન, વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધન સામગ્રી સહિત કુલ 29 નંગ વસ્તુઓ કબજે કરવામાં આવી. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 37,437 છે. આરોગ્ય વિભાગના કર્મચારી ફરિયાદી બની રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    आवारापन के दो गाने, जिसे पाकिस्तानी सिंगर ने 19 साल पहले बनाया कल्ट, अब आवारापन 2 में ना गाने पर दिया रिएक्शन
    Next Article
    2.37 કરોડના છેતરપિંડી કેસમાં 3 આરોપીની ધરપકડ:બ્રાસ સ્ક્રેપનો મોટો જથ્થો જામનગરના બદલે બરોબર અન્ય ટ્રક મારફત અમદાવાદ પહોંચાડાય એ પહેલા પોલીસે ઝડપી પાડ્યો, મુખ્ય ટ્રક ચાલક અને ક્લીનર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment