Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી ચાર ઝડપ્યા:MD, ચરસ, અફીણ અને 7 લાખનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI કે.યુ.ચૌધરી, પી.એમ.ઝાલા અને SOG સ્ટાફ નાર્કોટિક્સ સેલની વોચમાં હતા. તે દરમિયાન સ્ટાફના અતુલસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી રાત્રે એક ઇકો ગાડી (રજી. નં-GJ 09BD 1868) માં ચાર ઇસમો માદક પદાર્થ લઈને શામળાજી તરફ જવાના છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક હિંમતનગર-શામળાજી હાઈવે પર, સ્વામિનારાયણ મંદિરના પૂર્વ દિશાના કોટની સામે સરકારી પંચોની રૂબરૂમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ઇકો ગાડીમાંથી ચાર શખ્સો પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન (MD) જેની કિંમત રૂ. 1,65,000, 113 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 56,500, અને 39 ગ્રામ ચરસ જેની કિંમત રૂ. 48,750 મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 2,70,250 ના માદક પદાર્થો અને ઇકો ગાડી સહિત કુલ રૂ. 7,06,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર એક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. બાનીના, ચિત્તોડગઢ, રાજસ્થાન), નારાયણલાલ બદરીલાલ જાટ (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. પોટલા, ભીલવાડા, રાજસ્થાન), મુરલીધર જલધરભાઇ પટેલ (રહે. રૂષિનગર, હિંમતનગર, મૂળ રહે. સીરીપુર, ભાગલપુર, બિહાર) અને નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, હિંમતનગર, મૂળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ કેસમાં ગોરર્ધન નામનો એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારા AAP પર આડકતરી રીતે સંઘવીનો પ્રહાર:'લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ'
    Next Article
    લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી:એલિસબ્રિજ તરફ ભાગવા જતાં સ્થાનિકોએ ઝડપી પાડ્યો; ભાડાની કારમાં મિત્રો સાથે નિકળ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment