Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી:મેડિસિટીમાં વર્ગ-3, 4 અને સિક્યોરિટીના બાળકોને શૈક્ષણિક ચોપડાનું વિતરણ કરાયું

    1 day ago

    અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે તા. 29/07/2026 ના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સંસ્થામાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી સ્ટાફના બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવાના હેતુથી શૈક્ષણિક ચોપડા વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર આયોજન સંસ્થાના નિયામક ડૉ. પિયુષ મિત્તલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સમાજસેવી સંસ્થાઓ, અગ્રણીઓનો સહયોગ આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં કુંજ ગ્રુપના નિમિષાબેન મહેતા તેમજ ભગવતી મહિલા ઉત્કર્ષ મંડળના ચેરમેન અને સ્થાનિક કાઉન્સિલર અનુબેન પટેલના વિશેષ સહયોગથી શૈક્ષણિક ચોપડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ચોપડા વિતરણ દરમિયાન સંસ્થાના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આર.એમ.ઓ., વિવિધ વિભાગીય વડાઓ તેમજ કુંજ ગ્રુપના હર્ષ ચૌહાણ અને કમલ પરમારના વરદ હસ્તે કર્મચારીઓના બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને સેવા જ સાચી ગુરુવંદના: નિયામક ડૉ. પિયુષ મિત્તલ આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા સંસ્થાના નિયામક ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગુરુપૂર્ણિમાના દિવસે લોકો ગુરુજનને વંદન કરીને ઉજવણી કરતા હોય છે, પરંતુ વિદ્યારૂપી બાળકોને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને મદદરૂપ થવું એ જ સાચા અર્થમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી છે. સમાજમાં લોકો વિવિધ રીતે ઉપયોગી થતા હોય છે, ત્યારે આજનો આ કાર્યક્રમ સાચા અર્થમાં સેવા, શિક્ષણ અને કર્મયોગના પવિત્ર મૂલ્યોને પ્રોત્સાહન આપતો ઉત્તમ સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    'પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ'માં ગુજરાતનો એક પણ જિલ્લો ટોપ-116માં નહીં:શિક્ષણ મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર, હિમાંશુ ઠક્કરનો દાવો- દિલ્હી, પંજાબ અને કેરળ આગળ
    Next Article
    પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી:તંત્ર સ્ટેન્ડ બાય, કલેક્ટરની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment