Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી:તંત્ર સ્ટેન્ડ બાય, કલેક્ટરની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

    1 day ago

    ભારતીય હવામાન વિભાગે પંચમહાલ જિલ્લા માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આગાહી મુજબ, આજ રાતથી શનિવાર સવાર સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જિલ્લામાં SDRF ની બે અને NDRF ની એક ટીમ હાલ ફિલ્ડમાં તૈનાત છે. ટીમો દ્વારા નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ લોકોને અગાઉથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે. વધુમાં, જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ તાલુકાઓમાં વર્ગ-1 ના અધિકારીઓ હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ પર સતત નજર રાખશે. પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા અને માર્ગ-મકાન (RB) વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાવાગઢ યાત્રાધામ અંગે કલેક્ટરશ્રીએ મહત્વનો નિર્ણય જણાવ્યો કે, આવતીકાલે સવારે જો ભારે વરસાદ ચાલુ રહેશે, તો સ્થાનિક તંત્ર દ્વારા સલામતીના પગલારૂપે પગથિયાં (માર્ગ) બંધ કરવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય અને સુરક્ષિત જણાયા બાદ જ યાત્રાળુઓ માટે માર્ગ ફરી ખુલ્લો મૂકવામાં આવશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી ખુલ્લામાં નીકળવાનું ટાળવું. રસ્તા પર કે કૉઝવે પર પાણી વહી રહ્યું હોય કે ઓવરટોપિંગ થતું હોય ત્યારે કોઈપણ પ્રકારનું જોખમ લેવું નહીં અને વાહન પસાર કરવાનો પ્રયાસ કરવો નહીં.
    Click here to Read More
    Previous Article
    ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી:મેડિસિટીમાં વર્ગ-3, 4 અને સિક્યોરિટીના બાળકોને શૈક્ષણિક ચોપડાનું વિતરણ કરાયું
    Next Article
    Raghav Juyal's 'Main Spider-Man Hai Re' Take On India-China AI Gap Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment