Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ'માં ગુજરાતનો એક પણ જિલ્લો ટોપ-116માં નહીં:શિક્ષણ મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર, હિમાંશુ ઠક્કરનો દાવો- દિલ્હી, પંજાબ અને કેરળ આગળ

    1 day ago

    કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI)ને આધારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે દેશના 784 જિલ્લાઓમાંથી ટોચના 116 જિલ્લાઓમાં ગુજરાતના એક પણ જિલ્લાને સ્થાન મળ્યું નથી, જે રાજ્ય માટે ચિંતાજનક બાબત હોવાનું તેમણે જણાવ્યું. 'શિક્ષણ ક્ષેત્રે દિલ્હી, પંજાબ અને કેરળ આગળ' હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે દિલ્હી, પંજાબ અને કેરળ જેવા રાજ્યો આગળ છે. તેમના જણાવ્યા મુજબ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારોએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા કર્યા છે, જ્યારે લાંબા સમયથી ભાજપ શાસિત ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સંતોષકારક નથી. 'અનેક વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો પણ મળતા નથી' તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર કરોડો રૂપિયાના ખર્ચે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો પણ મળતા નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ અને ઇનોવેશનની માત્ર વાતો થાય છે, પરંતુ વાસ્તવિક સ્તરે તેની અસર દેખાતી નથી. 'શિક્ષણને લઈને ગંભીર ચિંતા કરવાની જરૂર ' AAPના નેતાએ વધુમાં કહ્યું કે, સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોના શિક્ષણને લઈને ગંભીર ચિંતા કરવાની જરૂર છે. તેમના મતે સક્ષમ પરિવારો પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ માટે મોકલી શકે છે, પરંતુ સામાન્ય પરિવારો માટે ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવું સરકારની જવાબદારી છે. શાંતિપૂર્ણ આંદોલન અને પરિવર્તન લાવવાની અપીલ હિમાંશુ ઠક્કરે વિદ્યાર્થીઓમાં વધતા ડ્રગ્સના વ્યસનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, જો શિક્ષણ વ્યવસ્થામાં સમયસર સુધારા નહીં થાય તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. તેમણે શિક્ષણવિદો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગોને સાથે મળીને શિક્ષણ ક્ષેત્રે શાંતિપૂર્ણ આંદોલન અને પરિવર્તન લાવવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'વળતરની ગણતરી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી MRCમાં નહીં જોડાઈએ':ભરૂચ જિલ્લામાં જેટકો ટ્રાન્સમિશન લાઇન વળતર મુદ્દે ખેડૂતોનો સરકારના નવા ઠરાવનો વિરોધ
    Next Article
    ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી:મેડિસિટીમાં વર્ગ-3, 4 અને સિક્યોરિટીના બાળકોને શૈક્ષણિક ચોપડાનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment