Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વળતરની ગણતરી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી MRCમાં નહીં જોડાઈએ':ભરૂચ જિલ્લામાં જેટકો ટ્રાન્સમિશન લાઇન વળતર મુદ્દે ખેડૂતોનો સરકારના નવા ઠરાવનો વિરોધ

    1 day ago

    ભરૂચ જિલ્લામાં જેટકો (GETCO)ની ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોએ સરકારના નવા વળતર ઠરાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ ઠરાવ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર નિર્માણથી થતા જમીન, પાક અને વૃક્ષોના નુકસાનના વળતર સંબંધિત છે. રાજ્ય સરકારે ભારતીય વિદ્યુત અધિનિયમ-2003 અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ-1895 હેઠળ રાઈટ ઓફ વે (RoW) કોરિડોર અને ટાવર નિર્માણ દરમિયાન થતા નુકસાનના વળતર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે જણાવ્યું કે, વીજ કંપનીઓ પરના આર્થિક ભારણ અને ગ્રાહકો પર વધતા વીજદર વચ્ચે સંતુલન જાળવી અસરગ્રસ્તોને ન્યાયી વળતર આપવા આ નીતિ અમલમાં મુકાઈ છે. જોકે, બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ આ નવા પરિપત્રને ખેડૂત વિરોધી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે નવી નીતિ અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી અને વળતરની ગણતરી કેવી રીતે થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. ખેડૂત આગેવાન નોફલ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો આ પરિપત્ર ખેડૂતોની સમજ બહારનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તંત્ર અને વીજ કંપનીઓ ખેડૂતોને નવા નિયમો, તેના લાભો અને મળનારા વળતરની સ્પષ્ટ માહિતી નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ ખેડૂત માર્કેટ રેટ કમિટી (MRC)ની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. બેઠકમાં હાજર ખેડૂતો અને આગેવાનોએ નિર્ણય લીધો છે કે હવે તેમની લડત માત્ર વળતર પૂરતી મર્યાદિત નહીં રહે. વિવિધ વિકાસ પ્રોજેક્ટોને કારણે ખેતીલાયક જમીન સતત ઘટી રહી હોવાથી 'જમીન બચાવો, ખેડૂત બચાવો'ના સૂત્ર સાથે આગળ વધવામાં આવશે. જો સરકાર ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ:કલેક્ટરે યોજી આપત્તિ વ્યવસ્થાપન બેઠક, નીચાણવાળા વિસ્તારોમાંથી ત્વરિત સ્થળાંતર શરૂ કરવા આદેશ, SDRF, NDRFની ટુકડીઓ તૈનાત
    Next Article
    'પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ'માં ગુજરાતનો એક પણ જિલ્લો ટોપ-116માં નહીં:શિક્ષણ મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર, હિમાંશુ ઠક્કરનો દાવો- દિલ્હી, પંજાબ અને કેરળ આગળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment