Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપના કાર્યકરોના મોબાઇલ ઝૂંટવી હેરાન કરતાં હોવાનો આક્ષેપ:ગારિયાધારમાં SOG અને LCBના 3 કોન્સ્ટેબલનો "આપ'ના કાર્યકરોને ત્રાસ!

    4 days ago

    ભાવનગર એલસીબી અને પેરોલ ફાર્લોના બ્રાંચના ત્રણ કોન્સ્ટેબલ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરી આ પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી કરવાની માંગ કરી છે. ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગારિયાધાર તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાર્યકરોને ભાવનગર ખાતેની એલસીબીના પોલીસ કર્મચારી જીતુભાઈ ડાંગર, રાજુભાઈ વાઘેલા અને પેરોલ ફર્લોના સોહિલભાઈ ચોકિયા નામના પોલીસ કર્મચારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. ઉમેદવારો અને કાર્યકરો પ્રચારમાં જાય છે તેમને ખોટી રીતે પકડીને રસ્તામાં બેસાડીને મોબાઈલો તેમજ અન્ય વસ્તુઓ લઈ લેવામાં આવે છે. ઉમેદવારો કાર્યકરોને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે. તેને કારણે મુક્ત રીતે ચૂંટણી થઈ શકે તેમ નથી. તેથી તેઓને રક્ષણ મળે તેવી માંગણી કરવામાં આવી છે. અન્ય અજાણ્યા જે પોતાની એલસીબી પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપે છે અને તેઓ સફેદ કલરની મોટરકાર નંબર પ્લેટ વગરની લઈને ચારથી પાંચ શખ્સો સતત બધાને બોલાવીને હેરાનગતિ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ પ્રચારમાં અવરોધ ઊભો કરતા આવા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવા તેમજ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ધારાસભ્યની રજૂઆત અંગે યોગ્ય તપાસ કરાશે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પોલીસ કર્મચારીઓ સામે કરેલી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. > નિતેશ પાંડેય, જિલ્લા પોલીસ વડા, ભાવનગર
    Click here to Read More
    Previous Article
    આજે વર્લ્ડ લીવર ડે:ડાયાબિટીસને લીધે 10માંથી 3 વ્યક્તિને ફેટી લીવરનું જોખમ
    Next Article
    41 કરોડનો ડ્રેનેજ પ્રોજેક્ટ:3 વર્ષ પહેલા આરોપનામુ ઘડનારી મહાપાલિકાએ જ તમામને આરોપમુક્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment