Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ:શ્રી જગન્નાથજી રથયાત્રાનું કાર્યાલયનું શનિવારે સંતો-મહંતોની ઉપસ્થિતમાં થશે, હવે આ નવા સરનામે કાર્યરત રહેશે

    1 day ago

    ભાવનગરમાં સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 'શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ' દ્વારા આગામી તા.16 જુલાઈ, 2026ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર મહોત્સવના સુચારૂ આયોજન માટે સમિતિ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે રથયાત્રાના કાર્યાલયના સરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હવે વાઘાવાડી રોડ પર સ્થળાંતરિત કરવામાં આવ્યું છે આગામી શનિવાર તા.13 જૂનના રોજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે, જેની સાથે જ રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થશે. આગામી ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજનના ભાગરૂપે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ-ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રથયાત્રાનું કાર્યાલય હવે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, ​અગાઉ જે આમંત્રણ પત્રિકામાં કાર્યાલયનું સ્થળ "અવધ" એવન્યુ, સત્યનારાયણ રોડ, કાળુભા રોડ પાસે દર્શાવવામાં આવ્યું હતું, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવેથી કાર્યાલયનું નવું સરનામું "સુમેરૂ સુવાસ" કોમ્પ્લેક્સ, વાઘાવાડી રોડ, ટી.બી.ઝેડના શો-રૂમની સામે, ભાવનગર રહેશે. સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 'શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ-ભાવનગર' દ્વારા આગામી તા.16/7/26 ને ગુરૂવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ​આ રથયાત્રાના સુચારૂ આયોજન માટે મહત્વપૂર્ણ બેઠક રામવાડી ખાતે મળી યોજાઈ હતી જેમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાની તૈયારી એક માસ અગાઉ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ 'રામવાડી' ખાતે સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક યોજાઈ હતી ​આ બેઠકમાં રથયાત્રાના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને રથયાત્રા માટેની જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આગામી તા.13/6 ને શનિવારના રોજ રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં રથયાત્રાની તમામ તૈયારીઓ માટે એક માસ અગાઉ કાર્યાલયનું ઉદ્ધાટન સંતો મહંતોની ઉપસ્થિતમાં યોજાશે, આથી રથયાત્રાને લગતા તમામ સંપર્કો તથા પત્ર વ્યવહાર હવે નવા સરનામે કરવા માટે સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું,
    Click here to Read More
    Previous Article
    મમતાના નજીકના સુષ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું:આસામના સીએમ હિમંતાને મળ્યા, ભાજપમાં જોડાઈ શકે છે
    Next Article
    કુરંગા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત:ગ્રામજનોને મળશે આરોગ્ય સુવિધા, પંચાયત પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment