Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ત્રણ અલગ-અલગ ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓ ઝડપાયા:SOG, LCB અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે જુગાર, દારૂબંધી અને રાયોટિંગના કેસમાં પકડ્યા

    1 day ago

    ગોધરા શહેરમાં ત્રણ અલગ-અલગ ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે SOG, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે આ કાર્યવાહી કરી હતી. પહેલા કિસ્સામાં, SOG પોલીસે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી ભાવેશકુમાર જગદીશભાઈ સામયાણીને પકડ્યો હતો. SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે તેને ગોધરાના લાલબાગ અમી આર્કેડ કોમ્પ્લેક્સ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બીજા કિસ્સામાં, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દામાવાવ પોલીસ સ્ટેશનના દારૂબંધીના ગુનામાં વોન્ટેડ સુરેશભાઈ સમાયડાભાઈ રાઠવાને પકડ્યો. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાંટુ ચોકડી પર વોચ ગોઠવી હતી. ત્યાંથી આરોપી મળી આવતા તેને ઝડપી પાડી દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ત્રીજા કિસ્સામાં, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર શોએબ ઉર્ફે પોપટ અબ્દુલ સત્તાર છોટાને ઝડપી પાડ્યો. ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્ત્રોતો દ્વારા મળેલી બાતમીના આધારે, આરોપી જહુરપુરા શાકમાર્કેટ ખાતેથી મળી આવ્યો હતો. તેને આગળની કાર્યવાહી માટે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આમ, પંચમહાલ પોલીસની જુદી જુદી ટીમોએ કાર્યવાહી કરીને ત્રણ અલગ-અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડીને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બેકાબૂ કારે દોઢ કિ.મી.માં 5 વાહનોને ફંગોળ્યા:રોષે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત ચાલકને ઘેરીને ફટકાર્યો, BJP કાર્યકર્તા સહિત બે ઈજાગ્રસ્ત
    Next Article
    ઓડિશાથી ટ્રેન મારફતે લેવાયેલું 1.40 લાખનું બ્રાઉન સુગર ઝડપાયું:સચિન પોલીસે ITIના વિદ્યાર્થી સહિત 3 યુવકોને દબોચ્યા, કમિશનરની લાલચે ડ્રગ્સ હેરાફેરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment