Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુંદરાસણ ઉમિયા માતાના મંદિરે ઉછામણી પ્રસંગે વિવાદ:દાન આપવા બાબતે બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી

    9 hours ago

    વિજાપુર તાલુકાના ગુંદરાસણ ગામે આવેલા ઉમિયા માતાના મંદિરે આયોજિત ઉછામણીના પ્રસંગ દરમિયાન નાણાકીય દાન આપવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ આધેડના ઘર બહાર જઈને તેમના પર હુમલો કરી ગળદાપાટુનો માર માર્યો હતો તેમજ પથ્થરો અને ધોકા વડે તેમની મહિન્દ્રા એસયુવી કારમાં આશરે ₹40,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુંદરાસણ ઉમિયા માતા મંદિરે ઉછામણીના કાર્યક્રમમાં ગયા હતા મૂળ ગુંદરાસણના કરબટીયા રોડના વતની અને હાલ ગાંધીનગરના વાવોલ-કોલવડા રોડ પર રહેતા રજતભાઈ કાંતિભાઈ પટેલ (ઉંમર વ. 54) ખેતીકામ અને વેપાર સાથે સંકળાયેલા છે. ગત તા.11 નવેમ્બર, 2026ના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની મહિન્દ્રા એક્સયુવી-300 કાર (નંબર GJ-18-BM-6249) લઈને ગુંદરાસણ ખાતે ઉમિયા માતાના મંદિરે ઉછામણીના કાર્યક્રમમાં ગયા હતા. રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે રજતભાઈએ સ્ટેજ નજીક જઈને પ્રસંગમાં જેટલા નાણાંની જરૂર હોય તેટલા રૂપિયા પોતે આપી દેવાની વાત કરી હતી. 'તારા પૈસાની અહીં કોઈ જરૂર નથી' કહી બોલાચાલી કરી આ વાતથી ઉશ્કેરાઈને ગામના કેતન ઉર્ફે કેટલો દશરથભાઈ પટેલ અને રાકેશ રામાભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને 'તારા પૈસાની અહીં કોઈ જરૂર નથી' તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. મામલો વધુ ન બિચકે તે માટે રજતભાઈ પોતાની ગાડી લઈને ઘરે જતા રહ્યા હતા અને ઘરની બહાર ઊભા હતા. થોડીવારમાં જ કેતન પટેલ, રાકેશ પટેલ અને તેમની સાથેના અન્ય શખ્સો રજતભાઈના ઘર પાસે પહોંચ્યા હતા અને ફરી ઝઘડો શરૂ કર્યો હતો. ગળદાપાટુનો માર માર્યો અને છૂટા પથ્થરો ફેંક્યા હતા રજતભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈને તેમને ગળદાપાટુનો માર માર્યો હતો અને છૂટા પથ્થરો ફેંક્યા હતા, જેમાંથી એક પથ્થર રજતભાઈની છાતીના ભાગે વાગ્યો હતો. હુમલાખોરોએ રજતભાઈની પાર્ક કરેલી કાર પર પથ્થરમારો કરી આગળ-પાછળના કાચ તોડી નાખ્યા હતા અને ત્યારબાદ ધોકા લાવી કાર પર પછાડી ગોબા પાડી આશરે ₹40 હજારનું નુકસાન કર્યું હતું. બૂમાબૂમ થતાં રજતભાઈના પત્ની દક્ષાબેન, માતા લીલાબેન અને ગામના સુરેશજી ઠાકોર દોડી આવ્યા હતા અને વચ્ચે પડી તેમને વધુ મારથી બચાવ્યા હતા. જતાં-જતાં આરોપીઓએ 'આજે તો તું બચી ગયો છે, લાગ આવશે ત્યારે જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી બીજા દિવસે (12 નવેમ્બર) શરીરમાં દુખાવો વધતાં રજતભાઈએ કરબટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ તેમણે લાડોલ પોલીસ મથકમાં કેતન પટેલ, રાકેશ પટેલ અને અન્ય સાગરીતો વિરુદ્ધ ગાળો બોલવા, મારપીટ કરવા, મિલકતને નુકસાન પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કલેકટરના આદેશની અવગણના ભારે પડી:CCTV જાહેરનામાનો ભંગ કરનાર 11 હોટલ-રેસ્ટોરન્ટ અને વેપારી પેઢીઓ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    ભુજના પાયરકા સીમમાં ફાયરિંગથી યુવકના મોતનો ચોંકાવનારો ખુલાસો:અકસ્માત મોત બતાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ; SOG-LCBએ ચારને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment