Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટરના આદેશની અવગણના ભારે પડી:CCTV જાહેરનામાનો ભંગ કરનાર 11 હોટલ-રેસ્ટોરન્ટ અને વેપારી પેઢીઓ સામે પોલીસ ફરિયાદ

    10 hours ago

    શહેર અને જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના કલેકટરના જાહેરનામાનો ભંગ કરનારા સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે, ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાને રાખી અપાયેલી 30 દિવસની મહેતલ પૂર્ણ થતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં નિયમોનું પાલન ન કરનાર શહેર અને જિલ્લાની કુલ 11 હોટલ, રેસ્ટોરન્ટ અને વેપારી પેઢીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નિલમબાગ પો.સ્ટે.વિસ્તારના નિલમબાગ સર્કલ ખાતે આવેલ વ્રીટીશ રેસ્ટોરન્ટ, નિલમબાગ પો.સ્ટે.વિસ્તારના મીણબતી સર્કલ ડેઝર્ટ પાર્લર, ઘોઘારોડ પો.સ્ટે.વિસ્તારના મોખડાજી સર્કલ પાસે, બજરંગદાસ બાપા લોજ, ગંગાજળીયા પો.સ્ટે.વિસ્તારના જુના બંદર રોડ, જય ગોપાલ ટોયઝ ગોડાઉન, બોરતળાવ પો.સ્ટે.વિસ્તારના ચીત્રા સરકારી ગોડાઉન સામે, જય અંબે ટ્રેડર્સ, બોરતળાવ પો.સ્ટે.વિસ્તારના જવેલ સર્કલથી ઇસ્કોન રોડ પર, વિકટોરીયા રેસ્ટોરન્ટ, બોરતળાવ પો.સ્ટે.વિસ્તારના ચીત્રા સીદસર રોડ, સદભાવના હોસ્પીટલ સામે, રધુવીર ફાસ્ટફુડ, ભરતગર પો.સ્ટે.વિસ્તારના રીંગ રોડ પર આવેલ મોમાઇ હોટલ, તળાજા પો.સ્ટે.વિસ્તારના સોમનાથ હાઇવે પર, સાંખડાસર ગામના પાટીયા પાસે, ભુરખીયા હોટલ, પાલીતાણા રૂરલ પો.સ્ટે.વિસ્તારના નાની પાણીયાળી ગામ, ખોડીયાર હોટલ, પાલીતાણા રૂરલ પો.સ્ટે.વિસ્તારના નાની પાણીયાળી ગામ, મોગલ કૃપા હોટલ સામે જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. ભાવનગર જીલ્લાના નાગરિકો અને ગ્રાહકોના ખોરાક, શુધ્ધતા અને સુરક્ષાની સુનિશ્ચિતતા કરવી જરૂરી છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખોરાક માટે કિંમત ચૂકવતા હોઈ તેના બદલામાં તેઓને શુધ્ધ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખોરાકનો અધિકાર છે. જિલ્લામાં આવેલી વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, ક્લબ અને કેન્ટીનોમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા જાળવવા માટે, ખોરાકમાં થતી ભેળસેળને અટકાવવા માટે, અસામાજિક પ્રવૃતિઓ અથવા ગુન્હાઓ નિવારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સમયની સુંદરતા બની રહી છે. જેથી હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ અને કેન્ટીનના કિચન એરિયામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે તા.14/9 ના રોજ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા 30 દિવસમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગર તથા પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા સુચના આપવામાં આવેલ જે અન્વયે ભાવનગર શહેર/જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ કુલ 11 જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. આગામી સમયમાં આ જાહેરનામાનો પાલન નહિ કરનાર સામે વધુ કડક પગલા ભરવામાં આવશે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ અને વંથલીમાં અકસ્માત મોતની ત્રણ ગંભીર ઘટનાઓ નોંધાઈ.:જૂનાગઢ અને વંથલી પંથકમાં અગમ્ય કારણોસર અને ઠપકો મળતાં યુવાન, વૃદ્ધ તથા 25 વર્ષીય યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ.
    Next Article
    ગુંદરાસણ ઉમિયા માતાના મંદિરે ઉછામણી પ્રસંગે વિવાદ:દાન આપવા બાબતે બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment