Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં તહેવારોના દિવસોમાં ઇમરજન્સીના કેસ વધ્યા:108 ઇમરજન્સીને દિવાળીએ 263, નૂતન વર્ષે 270 અને ભાઈબીજે 279ના કોલ મળ્યા

    8 hours ago

    દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન દાહોદ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે લોકોને આરોગ્યસેવા પૂરી પાડી હતી. આ દિવસોમાં ઇમરજન્સી કેસોની સંખ્યા સામાન્ય દિવસો કરતાં વધી હતી. 108ના આંકડા મુજબ, દાહોદમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 186 ઇમરજન્સી કેસ નોંધાય છે. દિવાળીના દિવસે 263, નૂતન વર્ષના દિવસે 270 અને ભાઈબીજના દિવસે 279 કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ વધારો અનુક્રમે 41.40 ટકા 45.16 ટકા અને 50 ટકા હતો. રોડ અકસ્માતના કેસોમાં પણ વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 12 કેસની સામે દિવાળીએ 61, નૂતન વર્ષે 43 અને ભાઈબીજે 53 કેસ નોંધાયા હતા. આ વધારો અનુક્રમે 390.80 ટકા 245.98 ટકા અને 326.44 ટકા હતો. શારીરિક હુમલાના કેસો સામાન્ય દિવસોમાં સરેરાશ 6 નોંધાતા હતા. દિવાળીએ 32, નૂતન વર્ષે 26 અને ભાઈબીજે 18 કેસ નોંધાયા હતા. આ વધારો અનુક્રમે 489.47 ટકા 378.95ટકા અને 231.58 ટકા હતો. દિવાળી અને ભાઈબીજના દિવસે દાઝી જવાનો એક પણ કેસ નોંધાયો નહોતો. નૂતન વર્ષના દિવસે આવા 2 કેસ નોંધાયા હતા. કેસોમાં વધારો થયો હોવા છતાં, 108ના કર્મચારીઓએ આગોતરા આયોજન અને સંકલન કરીને લોકોને સમયસર આરોગ્યસેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભુજના પાયરકા સીમમાં ફાયરિંગથી યુવકના મોતનો ચોંકાવનારો ખુલાસો:અકસ્માત મોત બતાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ; SOG-LCBએ ચારને ઝડપ્યા
    Next Article
    PM Modi Gujarat Visit | PM મોદી આવતીકાલે વિવિધ પ્રોજેક્ટની કરશે સમીક્ષા | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment