Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મોહર્રમ પૂર્વે ડ્રોનથી સઘન ચેકિંગ:SOG દ્વારા દરબારગઢ સર્કલ સહિત સંવેદનશીલ વિસ્તારો પર નજર; રેન્જ IG નિર્લિપ્ત રાયની પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના

    4 days ago

    જામનગરમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી SOG દ્વારા દરબારગઢ સર્કલ ખાતેથી ડ્રોન કેમેરાની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે પોલીસ વિભાગને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કડક સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ કરીને મોહરમ દરમિયાન તાજીયાના નિર્ધારિત રૂટ પર ડ્રોન કેમેરાથી નજર રાખવા તાકીદ કરી હતી. આ આદેશના પગલે, SOG દ્વારા સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને તાજીયા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ડ્રોન ઉડાડીને ધાબા પોઈન્ટ્સ અને આજુબાજુના વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન સર્વેલન્સની કામગીરીમાં SOGના ઇન્ચાર્જ પી.આઈ. વી. બી. ચૌધરી અને પી.એસ.આઈ. એ. વી. ખેર સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ટેકનોલોજીની મદદથી સતત વોચ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર જંગલ નજીક રહેણાક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:મોતનું કારણ હત્યા કે ઇનફાઇટ? શરીર પર ઇજાના નિશાન; સક્કરબાગમાં પીએમ કરાશે
    Next Article
    હરિપર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી:અધિકારીઓએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment