Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિપર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી:અધિકારીઓએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું

    5 days ago

    લાલપુર તાલુકાના હરિપર ગામની તાલુકા શાળામાં "શાળા પ્રવેશોત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના રૂટ અંતર્ગત આ કાર્યક્રમમાં ગાંધીનગર રેવન્યુ વિભાગના શ્રી ગાગી મેડમ, જિલ્લાના અધિકારી પરમાર સાહેબ અને કાલાવડના પ્રભારી ભરતભાઈ અકબરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વાલીઓને પણ બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે શાળાને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય પ્રજ્ઞાબેન કોટડીયા પણ હાજર રહ્યા હતા. શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મોહર્રમ પૂર્વે ડ્રોનથી સઘન ચેકિંગ:SOG દ્વારા દરબારગઢ સર્કલ સહિત સંવેદનશીલ વિસ્તારો પર નજર; રેન્જ IG નિર્લિપ્ત રાયની પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના
    Next Article
    જામનગરમાં ખોજા શિયા સમાજે અંગારા પર માતમ મનાવ્યો:કરબલાના શહીદોની યાદમાં 60 વર્ષ જૂની પરંપરા જાળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment