Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર જંગલ નજીક રહેણાક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:મોતનું કારણ હત્યા કે ઇનફાઇટ? શરીર પર ઇજાના નિશાન; સક્કરબાગમાં પીએમ કરાશે

    4 days ago

    જૂનાગઢમાં ગિરનાર જંગલ નજીક આવેલા રહેણાક વિસ્તારમાંથી એક સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં વન વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું છે. ગઈકાલે વાણંદ સોસાયટી વિસ્તારમાં એક સિંહબાળ કૂવામાં ખાબક્યું હતું, જેનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું હતું. ત્યારબાદ વધુ એક સિંહબાળ ગુમ હોવાની જાણ થતાં વન વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આજે પોલીસ અને વન વિભાગની સઘન તપાસ દરમિયાન ગિરનાર જંગલ નજીકના રહેણાક વિસ્તારમાંથી આ ગુમ થયેલા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક સિંહબાળના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હોવાથી તેની હત્યા કરાઈ છે કે ઇનફાઇટમાં મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડાયો છે. ​ગિરનાર નજીકના વિસ્તારોમાં વધ્યા છે સિંહોના આંટાફેરા મહત્વનું છે કે, વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગિરનાર જંગલમાં 54 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું હતું. આ જંગલમાં વસતા સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ રહેણાક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ઇવનગર, વિજાપુર, ડુંગરપુર, મધુરમ વિસ્તાર, પ્લાસવા તેમજ ગિરનાર જંગલને અડીને આવેલા અન્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર અને આંટાફેરા ખૂબ જ વધી ગયા છે, જેના વીડિયો પણ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાવનારી આ ઘટનાને પગલે હવે વન વિભાગ અને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના ગુમ યુવકનું મોત:સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ આવશે
    Next Article
    જામનગરમાં મોહર્રમ પૂર્વે ડ્રોનથી સઘન ચેકિંગ:SOG દ્વારા દરબારગઢ સર્કલ સહિત સંવેદનશીલ વિસ્તારો પર નજર; રેન્જ IG નિર્લિપ્ત રાયની પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment