Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    S.O.G. અને વેળાવદર ભાલ પોલીસની સંયુક્ત કાર્યવાહી:માઢીયા ગામમાંથી 95 ગ્રામ સુકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    11 hours ago

    વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના માઢીયા ગામ પાસે S.O.G. અને સ્થાનિક પોલીસે દરોડો પાડી 95 ગ્રામ સુકા ગાંજા સાથે 25 વર્ષીય યુવક વિજય પરમારને ઝડપી લીધો છે, ચોક્કસ બાતમીના આધારે પીતાંબર મઢી પાસેથી મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે... નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી સુકા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા S.O.G. પોલીસ ઇન્સ્પેકટરની સૂચનાથી S.O.G. ટીમ પેટ્રોલિંગમાં હતી., આ દરમિયાન હેડ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેળાવદર ભાલ પો.સ્ટે. હેઠળના માઢીયા વિસ્તારમાં આવેલ પીતાંબર મઢી પાસે રેઇડ કરવામાં આવી હતી, આ રેઇડ દરમિયાન માઢીયા ગામના રહીશ વિજય મથુરભાઇ પરમાર ઉં.વ.25 નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસને તેની પાસેથી 95 ગ્રામ સુકો ગાંજો જેની અંદાજિત કિંમત રૂ.4750 મળી આવ્યો હતો., પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી, આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો હેઠળ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    16 વર્ષથી ફરાર લૂંટના પ્રયાસનો આરોપી ઝડપાયો:સાબરકાંઠા LCB એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો; નવી સિવિલમાં નળની ચોરી કરનાર આરોપી પણ ઝડપાયો
    Next Article
    ઓનલાઇન નામ સર્ચ કરી માલ મંગાવવો ભારે પડ્યો:ડીસ્ટીલ ઓઇલ આપવાના બહાને ગઠિયાઓએ વેપારી પાસેથી 20 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment