Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 વર્ષથી ફરાર લૂંટના પ્રયાસનો આરોપી ઝડપાયો:સાબરકાંઠા LCB એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો; નવી સિવિલમાં નળની ચોરી કરનાર આરોપી પણ ઝડપાયો

    10 hours ago

    હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના લૂંટના પ્રયાસ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાંથી ઝડપાયો છે. સાબરકાંઠા LCBની ટીમે મળેલી બાતમીના આધારે ઝડપી લઈને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં પાણીના નળ ચોરી કરનાર આરોપી પણ ઝડપાયો છે. હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા લૂંટના પ્રયાસ તથા આર્મ્સ એક્ટના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી દુર્મિન ઉર્ફે દુર્બીન સ/ઓ શ્રીકૃષ્ણ રાઠોડ કે જે હિમાયુપુર, ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે છેલ્લા સોળેક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા તેમજ પેરોલ-ફર્લો ફરારી આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. ટીમ ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં હતી. દરમિયાન બાતમીના આધારે આરોપી ફિરોઝાબાદ હાઇવે પર આવેલી દેવલોક હોટેલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની ઓળખ અને ગુનાની વિગતોની ખરાઈ કર્યા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(જે) મુજબ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી DIG વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB PI ડી.સી.સાકરીયાના માર્ગદર્શન તથા PSI વી.આર. ચૌહાણ અને LCB ટીમે કરી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં પાણીના નળ ચોરી કરનારા ઝડપાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પીટલમાં છેલ્લા કેટલાક સમયથી બહુમાળી સિવિલમાં બાથરૂમ સહિતના વિસ્તારમાં લગાવેલા પાણીના નળ ચોરી થતા હતા. જેને લઈને સિવિલ સત્તાવાળાએ વોચ રાખી હતી. દરમિયાન એક શખ્સ પાણીના સાત નળ સાથે ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછતા તેને અગાઉ 60 નળની ચોરી કરી હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલા ખોડીયાર વાસણ ભંડારને ત્યાં આપ્યા હોવાની વાત કબુલી હોવાનું હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ.વિપુલ જાનીએ જણાવ્યું હતું. ત્યારબાદ હિંમતનગર એ ડીવીઝન પોલીસને જાણ કરી યુવાકને પોલીસને સોપ્યો હતો. હિંમતનગર એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની સામાન્ય સભામાં 'ખુરશી વિવાદ':સિનિયર કોર્પોરેટરોને પાછળ ધકેલાતા ગાંધીનગરથી છૂટ્યા આદેશ, મેયરે કહ્યું- 'ખુરશી માટે લડવા કરતાં લોકોના કામ પર ધ્યાન આપીએ તો વધુ સારું'
    Next Article
    S.O.G. અને વેળાવદર ભાલ પોલીસની સંયુક્ત કાર્યવાહી:માઢીયા ગામમાંથી 95 ગ્રામ સુકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment