Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સામાન્ય સભામાં 'ખુરશી વિવાદ':સિનિયર કોર્પોરેટરોને પાછળ ધકેલાતા ગાંધીનગરથી છૂટ્યા આદેશ, મેયરે કહ્યું- 'ખુરશી માટે લડવા કરતાં લોકોના કામ પર ધ્યાન આપીએ તો વધુ સારું'

    9 hours ago

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કાર્યોની ચર્ચા પહેલાં જ 'ખુરશી વિવાદ' ભડકી ઉઠ્યો છે, જેને લઈને શાસક પક્ષમાં ભારે જૂથબાજી સપાટી પર આવી છે. સભાખંડમાં બેઠક વ્યવસ્થાને લઈને કેટલાક સિનિયર કોર્પોરેટરોને પાછળ બેસવું પડતા નારાજગીનો માહોલ છે. આ વિવાદ એટલો વકર્યો કે છેક ગાંધીનગરથી બેઠક વ્યવસ્થા અંગે આદેશો આપવા પડ્યા હતા. આ સમગ્ર ડખા અંગે સુરતના મેયર માયા માવાણીએ સ્પષ્ટતા કરતા મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આપણે ખુરશી કે બેસવાની વ્યવસ્થા માટે ન બોલીએ, પરંતુ સુરત શહેરમાં નાગરિકો માટે કેવી રીતે વધુમાં વધુ કામ કરી શકીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. તેના માટે કામ કરવાની હું સૌથી વધારે અપેક્ષા રાખું છું." બેઠક વ્યવસ્થા માટે છેક ગાંધીનગરથી આદેશ છૂટ્યા સામાન્ય રીતે મનપાની સભામાં કોણ ક્યાં બેસશે તે હોદ્દાની રૂએ મેયર નક્કી કરતા હોય છે, પરંતુ સુરત પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બેઠક વ્યવસ્થાનો મામલો છેક પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરથી આવેલી આદેશાત્મક સૂચનાઓને પગલે મેયર માયા માવાણી ભારે ભીંસમાં મુકાયા હતા. હાઈકમાન્ડના સીધા હસ્તક્ષેપને કારણે સ્થાનિક નેતાગીરી અને મેયર પદની ગરિમા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર પ્રદેશ સ્તરેથી આવતી સૂચનાઓએ શાસક પક્ષની આંતરિક ગુટબાજીને છતી કરી દીધી છે. સિનિયર નેતાઓને પાછળ ધકેલાતા નારાજગી આ ખુરશી વિવાદમાં મુખ્યત્વે સિનિયર સભ્ય અને પક્ષના પૂર્વ નેતા અમિતસિંગ રાજપૂતનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો હતો. બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરીને તેમને પાછળની હરોળમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જ્યારે વર્તમાન શાસકપક્ષના નેતા અલ્પા મહેતાને ફરજિયાત આગલી હરોળમાં બેસાડવા પડ્યા હતા. આ ફેરફારથી સિનિયર કોર્પોરેટરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક નેતાગીરીની સંપૂર્ણ અવગણના થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બેઠક વ્યવસ્થામાં થયેલા આ ફેરફાર પાછળ સ્પષ્ટપણે રાજકીય કાવાદાવા જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ‘કોઈ કોર્પોરેટરની ફરિયાદ મારી પાસે આવી નથી’ આ સમગ્ર વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરતા મેયર માયા માવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બોર્ડમાં બેઠક વ્યવસ્થા આગળ જે પ્રણાલિકા ચાલી હતી તે મુજબ જ હોય છે. તેમાં પદાધિકારીઓ, ચેરમેનો અને સિનિયર સભ્યોને સન્માનના ભાગરૂપે આગળની હરોળમાં બેસાડવામાં આવે છે. આ વ્યવસ્થાનો કોઈ 'પરફેક્ટ' નિયમ હોતો નથી. મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી તેમની પાસે કોઈપણ કોર્પોરેટર કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા બેઠક વ્યવસ્થા અંગે કોઈ જ ફરિયાદ આવી નથી. ‘મારું પદ જશે તો મને પહેલી ખુરશીનો મોહ નહિ હોય’ મેયરે પોતાની વાતને વધુ મક્કમતાથી રજૂ કરતા પોતાના જ પદનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ જગ્યા માટે હું પણ એવું વિચારું છું કે જો મારું મેયરકાળ પૂરું થશે, એટલે મને ક્યારેય એવી અપેક્ષા નહિ હોય કે હું પહેલી ખુરશી પર બેસું." આમ, મેયરે વિકાસના કામોને પ્રાધાન્ય આપવાની અપીલ કરી હતી. જોકે, પ્રદેશ લેવલથી આવેલા આદેશો અને શાસકપક્ષ નેતાનું સ્થાન બદલવાની ફરજ પડતા મનપાના સભાખંડમાં સત્તા અને વર્ચસ્વની લડાઈ ખુલ્લી પડી છે અને આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    નાયરાનું પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું:અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106 અને ડીઝલ ₹101નું થયું, ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનું કારણ
    Next Article
    16 વર્ષથી ફરાર લૂંટના પ્રયાસનો આરોપી ઝડપાયો:સાબરકાંઠા LCB એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો; નવી સિવિલમાં નળની ચોરી કરનાર આરોપી પણ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment