Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયરાનું પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું:અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106 અને ડીઝલ ₹101નું થયું, ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનું કારણ

    8 hours ago

    નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. નવા ભાવ શનિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે. અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106.83 અને ડીઝલ ₹100.92 થયું છે. આ વધારા બાદ ભોપાલમાં એક લિટર પેટ્રોલનો ભાવ ₹119.54 અને ડીઝલનો ભાવ ₹103.64 થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારા બાદ છૂટક ભાવો અને વધતી કિંમત વચ્ચેના તફાવતને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષની શરૂઆતમાં પણ ભાવ વધાર્યા હતા, બાદમાં ઘટાડ્યા આ વર્ષની શરૂઆતમાં જ્યારે ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો હતો, ત્યારે કંપનીએ 26 માર્ચે પણ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું કર્યું હતું. જોકે, બાદમાં જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટ્યા, ત્યારે કંપનીએ 1 જુલાઈએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર સસ્તુ કરી દીધું હતું. સરકારી કંપનીઓએ ભાવમાં વધારો કર્યો નથી હાલ સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ, જિયોએ પણ હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી કંપનીઓએ મે મહિનામાં કર્યો હતો વધારો ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા બાદ સરકારી તેલ કંપનીઓએ પણ કિંમતો વધારી હતી. મે મહિનામાં IOC, BPCL અને HPCLએ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડનો હવાલો આપીને હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કુલ ₹7.50-₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90%થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી:ન્યૂ ચંડીગઢમાં પ્રથમ વખત મેન્સ વનડે યોજાશે, પ્રસિદ્ધ કૃષ્ણા સિરીઝમાંથી બહાર
    Next Article
    મનપાની સામાન્ય સભામાં 'ખુરશી વિવાદ':સિનિયર કોર્પોરેટરોને પાછળ ધકેલાતા ગાંધીનગરથી છૂટ્યા આદેશ, મેયરે કહ્યું- 'ખુરશી માટે લડવા કરતાં લોકોના કામ પર ધ્યાન આપીએ તો વધુ સારું'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment