Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ SOGએ ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો:કાલોલના વેજલપુર પાસેથી બેની ધરપકડ, 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    પંચમહાલ SOG ટીમે કાલોલ તાલુકાના વેજલપુર પાસેથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 9.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમને ગેરકાયદેસર ખાતરની હેરફેર અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, વેજલપુર પાસે પીકઅપ અને તુફાન ગાડી મારફતે લઈ જવાઈ રહેલો સબસિડાઇઝ્ડ નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી યુરિયા ખાતરની કુલ 152 બેગ અને ગુનામાં વપરાયેલાં બે વાહનો મળીને કુલ 9.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે મધ્ય પ્રદેશના રહેવાસી વિકાસ સમરૂ બાંડડિયા અને મુકેશ બાંડડિયા નામના બે આરોપીઓની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે યુરિયા ખાતરનો આ ગેરકાયદેસર જથ્થો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામથી મધ્ય પ્રદેશ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.આ અનધિકૃત ખાતરનો જથ્થો પૂરો પાડનાર 'ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ, ધનતેજ' સહિત ઝડપાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો:49 બોલમાં 81 રન બનાવ્યા, 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા; ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ગઢડા કોળી સમાજનો 13મો ઈનામ વિતરણ સમારોહ:કેબિનેટ મંત્રી બાવળિયા, ધારાસભ્ય મકવાણા ઉપસ્થિત રહ્યા; પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment