Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો:49 બોલમાં 81 રન બનાવ્યા, 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા; ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો ટાર્ગેટ આપ્યો

    14 hours ago

    વૈભવ સૂર્યવંશીની 81 રનની ઇનિંગ્સની મદદથી ભારતે ત્રીજી T20માં ઝિમ્બાબ્વેને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. હરારેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. વૈભવે 49 બોલમાં 81 રનની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. વૈભવ સિવાય ઈશાન કિશને 29 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 27 રન બનાવ્યા. તિલક વર્મા 11 રન બનાવીને અણનમ રહ્યો. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને અભિષેક શર્મા 2 રન બનાવીને આઉટ થયો. ત્યારપછી વૈભવ અને ઈશાને બીજી વિકેટ માટે 75 રન જોડીને ઇનિંગ્સ સંભાળી. ઈશાનના આઉટ થયા પછી વૈભવે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે 50 રન જોડ્યા અને 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઇવાન્સને 2, તો બ્લેસિંગ મુઝરબાની, સિકંદર રઝા અને વેસ્લી મધેવેરેને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ, અશોક શર્મા, મયંક યાદવ અને યશ ઠાકુર. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, તાદીવાનાશે મારુમાની (વિકેટકીપર), બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, વેલિંગ્ટન મસાકાડઝા અને બ્લેસિંગ મુઝારાબાની
    Click here to Read More
    Previous Article
    Accountability, jobs, education reform: What Gen Z protesters want next after Pradhan’s resignation
    Next Article
    પંચમહાલ SOGએ ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો:કાલોલના વેજલપુર પાસેથી બેની ધરપકડ, 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment