Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસણામાં વૃદ્ધ પિતાનું ઘર ખાલી કરવા પુત્ર-પુત્રવધૂને કોર્ટનો આદેશ:13 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત, પુત્રવધૂએ કહ્યું- છૂટાછેડાના કેસમાં દબાણ લાવવા સસરા અને પતિની મિલીભગત

    14 hours ago

    અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાંથી પુત્ર અને પુત્રવધૂને ખાલી કરાવવા માટે એક વૃદ્ધે 13 વર્ષ લાંબી કાનૂની લડાઈ લડી હતી અને કોર્ટે આ દંપતીને ઘર ખાલી કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. પતિ-પત્ની બે અલગ-અલગ રૂમમાં રહેતા હતા આ કેસમાં એક પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કોર્ટના નિર્દેશો માંગ્યા હતા, જેમના લગ્ન 2002માં થયા હતા. તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા અને પિતા પહેલા માળે રહેતા હતા. દંપતી વચ્ચે વૈવાહિક સમસ્યાઓ હતી અને તેઓ બે અલગ-અલગ રૂમમાં રહેવા લાગ્યા હતા. પતિએ છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો છે. વર્ષ 2013માં પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂને ઘર ખાલી કરાવવાની માંગણી કરતી સિવિલ અરજી કોર્ટમાં કરી હતી. જેમાં તેમણે દલીલ કરી હતી કે આ ઘર 1980ના દાયકામાં તેમની પોતાની કમાણીમાંથી ખરીદવામાં આવ્યું હતું અને તેઓ તેના એકમાત્ર માલિક રહ્યા છે. બંનેના સતત ઝઘડાથી વૃદ્ધના સ્વર્ગસ્થ પત્ની દુઃખી હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પુત્ર અને પુત્રવધૂ વચ્ચેના સતત ઝઘડાઓને કારણે અવારનવાર થતા કલેશ અને ધમકીઓએ તેમને અને તેમના સ્વર્ગસ્થ પત્નીને અશાંત કરી મૂક્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુત્ર અને પુત્રવધૂએ ઘરમાં હકનો દાવો કર્યો હતો અને વિનંતીઓ કરવા છતાં બહાર જવાનો ઇનકાર કર્યો હતો. પુત્રવધૂએ કહ્યું- છૂટાછેડાના કેસમાં દબાણ લાવવા સસરા અને પતિની મિલીભગત પુત્રએ આ દાવા સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ પુત્રવધૂએ આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ દાવો પિતા દ્વારા પુત્ર સાથે મળીને કરવામાં આવ્યો હતો અને પેન્ડિંગ છૂટાછેડાની કાર્યવાહીમાં તેના પર દબાણ લાવવાનો ઈરાદો હતો. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે તે તેને છૂટાછેડા આપવા માગે છે. તે વેજલપુર વિસ્તારમાં રહેવા જતો રહ્યો છે, અને તે પોતાની પુત્રી સાથે એકલી રહી રહી છે. તેણીએ દાવો કર્યો હતો કે આ મકાન તેનું સાસરું હતું અને સહિયારા ઘર તરીકે મકાનમાં રહેવાના અધિકારનો દાવો કર્યો હતો. તેણીએ દલીલ કરી હતી કે તે પોતાની પુત્રી સાથે ઘરમાં એક રૂમમાં રહી રહી છે અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ તેને ઘર ખાલી કરવા માટે મજબૂર કરી શકાય નહીં. 'પુત્ર-પુત્રવધૂએ ખરીદીમાં કોઈ યોગદાન આપ્યું ન હતું' સુનાવણી બાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દસ્તાવેજી પુરાવાઓ દર્શાવે છે કે અરજદાર પિતા આ પ્રોપર્ટીની એકમાત્ર માલિકી ધરાવે છે. પુત્ર તથા પુત્રવધૂએ તેની ખરીદીમાં કોઈ યોગદાન આપ્યું ન હતું. ઘર ખાલી કરવા પુત્ર-પુત્રવધૂને કોર્ટનો આદેશ આ ઉપરાંત, કોર્ટે સુપ્રીમ કોર્ટના એક આદેશનો હવાલો આપતા જણાવ્યું હતું કે સાસુ-સસરાની સ્વતંત્ર માલિકીની મિલકતને પુત્રવધૂ માટે સહિયારું ઘર ગણી શકાય નહીં. તેથી ઘરગથ્થુ હિંસા સંબંધિત જોગવાઈઓ હેઠળ તેણીને આવી મિલકતમાં રહેવાનો અધિકાર નથી. અરજદારે તેમની પૌત્રીને હટાવવા માટે કોઈ નિર્દેશ માંગ્યો ન હોવાથી, જે હવે પુખ્ત વયની થઈ ગઈ છે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઘર ખાલી કરવાનો આ આદેશ તેને લાગુ પડતો નથી.
    Click here to Read More
    Previous Article
    ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ:ભારતીય શેરબજારમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્
    Next Article
    મારવાડી યુનિ.માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે:કહ્યું-આગામી સપ્તાહે મળવા સમય આપ્યો, દીકરાએ મને આગલા દિવસે કહ્યું હતું અહીં મજા નથી આવતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment