Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિ.માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે:કહ્યું-આગામી સપ્તાહે મળવા સમય આપ્યો, દીકરાએ મને આગલા દિવસે કહ્યું હતું અહીં મજા નથી આવતી

    15 hours ago

    રાજકોટની મારવાડી યુનિવર્સિટી ગત 25 સપ્ટેમ્બરના રોજ સવારે 8.10 વાગ્યે હેમંત ગંધમ નામના વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેમાં પ્રાથમિક પોલીસ તપાસમાં બીમારીથી કંટાળી મોત વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે દિવ્ય ભાસ્કરે હેમંતના પિતા સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મારો દીકરો સંપૂર્ણ સ્વસ્થ હતો. અમે હવે ન્યાય માટે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીને મળીશું. આગામી સપ્તાહ દરમિયાન અમને મળવા માટેનો સમય પણ મળી ગયો છે. ‘મને ફોન કરી કહ્યું હતું અહીં મજા નથી આવતી’ હેમંતના પિતા સીતારામે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું રેસ્ટોરન્ટ બિઝનેસ કરું છું. મારે સંતાનમાં બે દીકરા છે. મોટો દીકરો હેમંત મારવાડી યુનિવર્સીટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નાનો દીકરો અહીં જ અમારી સાથે રહી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ‘જેથી મેં રેકટરને કોલ કર્યો પણ તેણે મારા ફોન રિસીવ કર્યા ન હતા. તેમજ કોલેજ અને હોસ્ટેલને પણ ફૂડ પોઇઝનિંગ અંગે જાણ કરી હતી. પ્રાઇવેટ ડોક્ટર પાસે દવા પણ લીધી હતી અને એ દિવસે ડોક્ટરની સલાહ મુજબ આખો દિવસ જમવાની બદલે ફ્રૂટ ખાધું હતું.’ અમે આટલા દૂર છીએ અને અમે એમના ભરોસે બાળકોને ત્યાં ભણવા મોકલીએ છીએ. પરંતુ કોલેજ કે હોસ્ટેલ દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી ન હતી. હેમંતે આત્મહત્યા કરી તેના 5 દિવસ પહેલા સાઉથની જ એક દીકરીએ આપઘાત કર્યો હતો. આવા સમયે ગંભીરતા દાખવી કોલેજ દ્વારા ખાસ કાળજી રાખવી જોઈએ. ‘મારા બાળકને કોઈ બીમારી નહોતી’ મારા બાળકને કોઈ બીમારી નહોતી. જે સર્જરીની વાત છે એ તો 5-6 વર્ષ પહેલા કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં ઘરેથી રાજકોટ ગયો એ પહેલા ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું. જેમાં સીટી સ્કેન, MRI સહીત તમામ રિપોર્ટ કરાવ્યા છે. આ બધા રિપોર્ટ મારી પાસે છે. ડોકટરે તેની તબિયત સ્વસ્થ હોવાનું કહ્યા પછી જ અમે તેને ત્યાં ભણવા માટે પરત મોકલ્યો હતો. 10 સપ્ટેમ્બર કોલેજમાં ફોન કરી મેં જાણ કરી હતી મારો દીકરો ત્યાં પહોંચી ગયો છે. ‘આપઘાત કર્યો એ દિવસે કહ્યું હતું કે હું કોલેજ જાવ છું’ આપઘાત કર્યો એ દિવસે સવારે 6 વાગ્યે મેં તબિયત પૂછવા ફોન કર્યો હતો. 6થી 6.30 સુધી એ ફોન રિસીવ કરતો ન હતો. આ બાબતે મેં હોસ્ટેલના સંચાલકને પણ ફોન કર્યો એ પહેલા રિસીવ કરતો ન હતો. બાદમાં રિસીવ કરીને એને નામથી ખ્યાલ નથી GR(જનરલ રજિસ્ટર નંબર) નંબર આપો કહેતા મેં GR નંબર આપ્યો હતો. ત્યાર પછી પણ કોઈ સરખો જવાબ નહોતો આપ્યો. ત્યાર બાદ દીકરાએ ફોન ઉપાડી પોતે ન્હાવા ગયો હોવાનું કહ્યું હતું અને પછી તે કોલેજ જાય છે આટલી વાત થઇ હતી. જો કે કોલેજ ગયા પછી એવું શું થયું કે તેણે આપઘાત કરવો પડ્યો એ હજુ અમને પણ સમજમાં આવતું નથી. ‘આપઘાત શું કામ કર્યો એ અમને પણ સમજાતુ નથી’ તે આપઘાત કરી લેશે એવો જરા પણ અંદાજ ન હતો. અગાઉ પણ કોઈ દિવસ આત્મહત્યા કરવાના વિચાર આવે છે આવી કોઈ વાત કરી નથી. આવું કીધું હોત તો તુરંત અમે પોલીસનો સંપર્ક કરી કાઉન્સેલિંગ કરાવી લેત. મારા દીકરાએ આપઘાત શું કામ કર્યો એ અમને પણ સમજાતુ નથી. કોલેજે આટલા વિદ્યાર્થી આપઘાત કરે છે તો જાળી લગાવવી જોઈએ, સિક્યોરિટી રાખવી જોઈએ. અમારા બાળકો તેમના ભરોસે હોય તો એ લોકોએ બાળકોની ચિંતા કરી આવું ન થાય તે માટે ધ્યાન રાખવું જોઈએ. સાઉથ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મારવાડી યુનિવર્સીટીમાં અભ્યાસ કરવા આવે છે. જો યુનિવર્સિટી સંચાલક તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો હું બીજા લોકોને કહીશ કે આટલે દૂર બાળકોને ભણવા ન મોકલો જ્યાં સલામતી ન હોય ત્યાં ભણવા ન મોકલવા આપણી નજીકની કોલેજ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરાવો. આ પણ વાંચો મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં બીજા વિદ્યાર્થીનો આપઘાત આત્મહત્યા કરનાર હેમંત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ પહેલા 19 સપ્ટેમ્બર, 2026ના દિવસે મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી મૂળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    વાસણામાં વૃદ્ધ પિતાનું ઘર ખાલી કરવા પુત્ર-પુત્રવધૂને કોર્ટનો આદેશ:13 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત, પુત્રવધૂએ કહ્યું- છૂટાછેડાના કેસમાં દબાણ લાવવા સસરા અને પતિની મિલીભગત
    Next Article
    ભાજપના ઉમેદવાર જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ:બિલ્ડર મહેશ ચૌધરી પાસે 97 તોલા સોનુ'ને લક્ઝુરિયર્સ કારનો કાફલો, ગાંધીનગર મનપાના 5 ઉમેદવાર મંત્રીઓ કરતા પૈસાદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment